Rajkot rain/ રાજકોટના જસદણ તાલુકામાં વરસાદી વાતાવરણ

રાજકોટમાં જિલ્લામાં અને તેના અનેક તાલુકામાં વરસાદી વાતાવરણ છવાયું છે. જસદણ સહિત અનેક તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.

Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં જિલ્લામાં અને તેના અનેક તાલુકામાં વરસાદી વાતાવરણ છવાયું છે. જસદણ સહિત અનેક તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. આટકોટ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા.

આખી રાત સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે અનેક ખેતરોમાં પાણી ભરાયા છે. આટકોટ-જસદણ રોડ પર પણ વરસાદી પાણી ભરાયા હતા. રાજકોટ-ભાવનગર હાઇવે પર પણ વરસાદી પાણી ભરાયા હતા. હાઈવે પર પાણી ભરાવવાથી વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો આવ્યો છે.

દાહોદ જિલ્લામાં પણ મેઘરાજા પ્રવેશી ચૂક્યા છે. વરસાદી માહોલને કારણે સંજેલી શહેર સહિત તાલુકાના અનેક ગામોમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે. સંજેલીના ચમરિયા, માંડલી, ડુંગરા, ચમરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

વડોદરાના શિનોર અને કરજણ પંથકમાં રાત્રે વરસાદ પડ્યો હતો, શિનોર તાલુકામાં રાત્રે એક ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. શિનોર, સેગવા, સિમલી, અવલખા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. માલસર, મીઢોલ, ઉત્તરજ, ટીમ્બરવા, કરજણ, તાલુકાના રાત્રે અડધો ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.

સવારથી મેઘરાજા કરજણ શહેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48, ધાવત, કુરાલી, વેમાર ગામોમાં પ્રવેશ્યા હતા. શિનોરમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં 17.36 ઇંચ વરસાદ પડ્યો છે. કરજણમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં 20 ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદને કારણે રાજ્યના 28 ડેમ 100 ટકા ક્ષમતા સુધી ભરાઈ ગયા છે. 44 ડેમ હાઇ એલર્ટ પર છે. રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ 60.05 ટકા પાણીનો સંગ્રહ થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ : ઉપલેટામા ગ્રામ્ય વિસ્તારમા ભારે વરસાદ

આ પણ વાંચો: રાજકોટ શહેરમાં સાંજ સુધીમાં નોંધાયો 1 ઈંચ વરસાદ

આ પણ વાંચો: રાજકોટમાં ભારે વરસાદથી તબાહી, વિંછીયાના પીપરડીમાં વૃદ્ધ ખેડૂતનું તળાવમાં ડૂબી જવાથી મોત, ગામમાં શોકનો માહોલ