ગુજરાત સરકારે હાઇકોર્ટમાં લવજેહાદના મુદ્દે કલમ 5 પર પુન:વિચારણા મામલે તાજેતરમાં રજૂઆત કરી હતી. ગુજરાત હાઈકોર્ટે થોડા દિવસ પહેલા ‘લવ જેહાદ’ના કાયદામાં પોતાના અવલોકનમાં નોંધ્યું હતું કે, લોભ-લાલચ પુરવાર કર્યા વિના FIR દાખલ નહીં થઈ શકે. આ ઉપરાંત કલમ 3,4,5 અને 6ના સુધારા અંગે મનાઈ હુકમ કર્યો હતો. હાઈકોર્ટે આંતરધર્મીય લગ્નના આધારે FIR દાખલ કરવા પર મનાઈ ફરમાવી હતી. હાઈકોર્ટે લવજેહાદના મુદ્દે કલમ 5 પર પુન:વિચારણાની અરજી ફગાવી છે.

હુમલાની દહેશત / આતંકવાદીઓ કાબુલ એરપોર્ટ પર કરી શકે છે મોટો હુમલો
લવ જેહાદના કાયદાની કલમ 5 પરનો સ્ટે હટાવવાની સરકારની માંગણી પર હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી.ગુજરાત સરકાર દ્વારા અમલ કરવામાં આવી રહેલા ‘લવ જેહાદ’ના કાયદાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જેમાં હાઇકોર્ટે એડવોકેટ જનરલની રજુઆત ફગાવી દીધી છે. જેના કારણે કલમ 5 પરનો સ્ટે યથાવત રહેશે.
નીતિ જાહેર / ભારત સરકારે જાહેર કરી નવી ડ્રોન નીતિ ,નિયમનો ઉલ્લંઘન થશે તો આટલાનો દંડ થશે
આજે હાઈકોર્ટમાં સરકાર તરફથી એડવોકેટ જનરલે કલમ 5 પરનો સ્ટે હટાવવા કોર્ટમાં રજુઆત કરી હતી. કાયદેસરનું ધર્માંતરણ કરવા માટે કલેકટરની પરવાનગી જરૂરી હોવાની જોગવાઈ પર મનાઈ હુકમ હટાવવા એડવોકેટ જનરલે કોર્ટમાં માંગ કરી હતી. પરંતુ અરજદારના વકીલે સરકારની અરજીનો વિરોધ કર્યો છે. આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ જનરલની રજુઆત ફગાવી દીધી છે. જેના કારણે ‘લવ જેહાદ’ના કાયદામાં કલમ 5 પરનો સ્ટે યથાવત રહેશે. કાયદેસરના લગ્નથી ધર્માંતરણ માટે કલેકટરની પરવાનગી જરૂરી હોવાની જોગવાઈ પર હાઇકોર્ટનો મનાઈ હુકમ યથાવત રહેશે.
ગુજરાત / બનાસકાંઠામાં 4.0ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવ્યો ,લોકોને થયો ભયાનક ધરતીકંપ જેવો અનુભવ

