Mobile Alert/ ડિઝાસ્ટર મેનેજમન્ટ ઓથોરિટીએ કર્યુ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ

જો તમને સોમવારે બપોરે મોબાઇલ પર એલર્ટનો સંદેશો આવ્યો હોય તો ચોંકતા નહીં, તેમા કશું ચિંતાજનક નથી. ગુજરાતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સહયોગથી ગુજરાત, દાદરાનગર હવેલી, દીવદમણ અને તેની નજીકના વિસ્તારોમાં સેલ બ્રોડકાસ્ટ એલર્ટ ટેસ્ટિંગનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

Gandhinagar Gujarat

ગાંધીનગરઃ જો તમને સોમવારે બપોરે મોબાઇલ પર એલર્ટનો સંદેશો આવ્યો હોય તો ચોંકતા નહીં, તેમા કશું ચિંતાજનક નથી. ગુજરાતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સહયોગથી ગુજરાત, દાદરાનગર હવેલી, દીવદમણ અને તેની નજીકના વિસ્તારોમાં સેલ બ્રોડકાસ્ટ એલર્ટ ટેસ્ટિંગનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આ પરીક્ષણ કુદરતી આપત્તિઓ, હોનારતો, અનેક પ્રકારની કટોકટીઓ દરમિયાન સંદેશા વ્યવહારને પહોંચાડવા અને આપણા અમૂલ્ય નાગરિકોની સલામતી અને સુખાકારી માટે સુનિશ્ચિત કરવા હાથ ધરવામાં આવી છે.

આ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમના અખિલ ભારતીય પરીક્ષણનો હિસ્સો છે. વિવિધ મોબાઇલની ઓપરેટર્સ સિસ્ટમ અને સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ્સની ઇમરજન્સી એલર્ટ બ્રોડકાસ્ટિંગ ક્ષમતાની કાર્યક્ષમતા અને અસરકારકતાનો અંદાજ કાઢવા માટે કરવામાં આવી રહ્યું છે.

સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ અત્યાધુનિક ટેકનોલોજી છે. તે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે નિર્ણાયક છે અને સમય સંવેદી સંદેશાઓને નિર્ધારિત ભૌગોલિક વિસ્તારના તમામ મોબાઇલ ઉપકરણો મોકલવાની મંજૂરી આપે છે. પછી ભલેને તે સિગ્નલ મેળવનારા મુલાકાતી હોય કે નિવાસી હોય. તેના દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે મહત્વપૂર્ણ કટોકટીની માહિતી શક્ય તેટલા લોકો સુધી પહોંચે.

આ સિસ્ટમનો ઉપયોગ સરકારી એજન્સીઓ દ્વારા લોકોને સંભવિત જોખમો અંગે જાણ કરવા અને વિપરીત સ્થિતિ દરમિયાન તેમને માહિતગાર રાખવા માટે કરવામાં આવે છે. સેલ બ્રોડકાસ્ટનો ઉપયોગ સામાન્ય રીતે કટોકટીની ચેતવણી આપવા માટે થાય છે.

હવામાનની ગંભીર ચેતવણીઓ (દા.ત., સુનામી, ફ્લેશ ફ્લડ, ભૂકંપ, વગેરે), જાહેર સલામતી સંદેશાઓ, સ્થળાંતર સૂચનાઓ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી. પરીક્ષણના સમયગાળા દરમિયાન રાજ્યના લોકોને તેમના મોબાઇલ ઉપકરણો પર સિમ્યુલેટેડ ઇમરજન્સી એલર્ટ મળ્યો છે. આ ચેતવણીઓ આયોજિત પરીક્ષણ પ્રક્રિયાનો ભાગ છે અને વાસ્તવિક કટોકટીનો સંકેત આપતી નથી. ગેરસમજણ ટાળવા માટે દરેક પરીક્ષણ ચેતવણીને સ્પષ્ટપણે ” SAMPLE TESTING MESSAGE (નમૂના પરીક્ષણ સંદેશ)” તરીકે લેબલ કરવામાં આવ્યા છે.



ે

આ પણ વાંચોઃ Chandrayaan 3/ ISRO પ્રમુખ એસ.સોમનાથનો ખુલાસો,’આ ટેક્નોલોજી ખરીદવા માગે છે NASA’

આ પણ વાંચોઃ RSS/ ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ પર RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન…

આ પણ વાંચોઃ Israel Hamas Conflict/ આતંકવાદી સંગઠનને ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહૂની ચેતવણી,’નેસ્તનાબૂદ કરી દઇશું’