પ્રશિક્ષણવર્ગમાં અપાતી સવલતો:-
સ્પીપા ખાતે યુપીએસસી સીવીલ સર્વિસીઝ પરીક્ષા દરેક તબક્કા માટે વિના મૂલ્યે પ્રશિક્ષણ આપવામાં આવે છે.
સ્પીપાની લાયબ્રેરીમાં 5૦,૦૦૦ કરતાં પણ વધારે પુસ્તકો છે. યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પરીક્ષાની તૈયારી માટે જરૂરી એવા તમામ પ્રકારના પુસ્તકો, મેગેઝીન, ન્યુઝ પેપર્સ વગેરે જરૂરી સંખ્યામાં રાખવામાં આવે છે.
ઉમેદવારો માટે વાંચન સારૂ અદ્યતન વાંચનાલયની વ્યવસ્થા આપવામાં આવે છે.
ઉમેદવારોને તૈયારી સારૂ ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરી શકે તે માટે વિના મૂલ્યે વાઇ-ફાઇ ફેસીલીટી આપવામાં આવે છે.
પ્રોત્સાહન સહાય: સઘન પ્રોત્સાહન સહાય/ઈનામ તાલીમાર્થીઓને નીચે મુજબ આપવામાં આવે છે.
તાલીમવર્ગમાં પ્રવેશ મેળવ્યેથી વધુમાં વધુ સાત મહિના માટે પ્રતિમાસ રૂ.2,૦૦૦/- પ્રોત્સાહન સહાય
યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકને રૂ.25,૦૦૦/- અને યુવતીને રૂ.3૦,૦૦૦/- પ્રોત્સાહન સહાય
યુપીએસસીની મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકને રૂ.25,૦૦૦/- અને યુવતીને રૂ.3૦,૦૦૦/- પ્રોત્સાહન સહાય
યુપીએસસીની પરીક્ષામાં ફાઈનલ પસંદગી પામનાર ગુજરાતના ડોમિસાઇલ યુવકને રૂ.51,૦૦૦/- અને યુવતીને રૂ.61,૦૦૦/- પ્રોત્સાહન સહાય તેમજ ગુજરાતના નોન-ડોમિસાઇલ* યુવકને રૂ.21,૦૦૦/- અને યુવતીને રૂ.31,૦૦૦/- પ્રોત્સાહન સહાય.
* શરતોને આધિન
સફળતાનો આંક:
યુપીએસસી દ્વારા લેવાયેલ સિવિલ સર્વીસીઝ પરીક્ષા 2024ની પ્રિલિમ પરીક્ષામાં સ્પીપાના ચાલુ બેચના અને જૂની બેચના થઈને કુલ ૨૫૯ ઉમેદવારોએ પ્રિલિમ પરીક્ષા પાસ કરેલ. જેમાંથી કુલ 70 ઉમેદવારો ઈન્ટરવ્યુ માટે ક્વોલિફાય થયેલ અને તે પૈકી યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પરીક્ષા 2024ના જાહેર થયેલ અંતિમ પરિણામમાં સ્પીપાના કુલ 26 ઉમેદવારો આખરી પસંદગી પામેલ છે. સ્પીપાના કુલ હાલ પર્યન્ત સુધી અખિલ ભારતીય સેવાઓ તથા અન્ય કેન્દ્રીય સેવાઓમાં સંસ્થાના કુલ 311 ઉમેદવારો સફળ થયેલ છે.
