સોશિયલ મીડિયા ના સારા અને નરસા બંને પાસા છે. પંરતુ આજના યુગમાં લોકો તેના ઉપયોગની સાથે દુરપયોગ પણ કરી રહ્યા છે. જો કે હવે એવું લાગી રહ્યું છે કે લોકો તેનો દુરપયોગ વધુ કરી રહ્યા છે. ઓનલાઈન ફ્રોડ અને ચીટીંગનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.
નાના બાળકોથી લઈને વડીલો પણ આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ સોશિયલ મીડિયા નો ઉપયોગ કેટલાક ફાયદાઓ સાથે અનેક ગેરફાયદાઓ પણ છે જેનો ઉપયોગ કરીને લોકો ટાર્ગેટ બનાવતા હોય છે. ત્યારે આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ યુ.એન.મહેતા કાર્ડિયેક હોસ્પિટલનું ખોટું ફેસબૂક પેજ બનાવવામાં આવ્યું છે.
યુ.એન.મહેતા હોસ્પિટલના ડોકટરના નામ અને મોબાઈલ નંબર સાથેની પોસ્ટ ફેસબૂક પેજ પર અપલોડ કરવામાં આવી છે. ત્યારે હાલમાં અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલનું બનાવટી પેજ બનાવી અફવા ફેલાવવાનો મામલો સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે. યુ.એન મહેતા હોસ્પિટલ બંધ થવાની છે તેવી પોસ્ટ મુકનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
થલતેજમાં રહેતા દેવાંગ પટેલ યુ.એન. મહેતા હોસ્પિટલમાં નેટવર્ક એન્જિનિયર તરીકે કાર્યરત છે. તેમણે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે સાયબર ક્રાઇમે ડોક્ટર રોનક શાહની ધરપકડ કરી છે. રોનક શાહ હિંમતનગરમાં એક હોસ્પિટલના માલિક છે. યુ એન મહેતા હોસ્પિટલ બંધ થવાની છે તેવી પોસ્ટ તેમણે જ મુકી હતી. ફેસબુકમાં બનાવટી એકાઉન્ટ બનાવી તેમણે જ આવી અફવા વાળી પોસ્ટ કરી હતી. ત્યારે હોસ્પિટલ સાથે અણબનાવ હોવાથી પોસ્ટ કરી હોવાનું સામે આવ્યુ છે. સાયબર ક્રાઇમે ડોક્ટરની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યો છે.
જો આ ફેસબૂક પેજ ખોલ્યું તો યુ.એન. મહિલા હોસ્પિટલ જેવું જ બીજું પેજ ઓપન થયું હતું. આ ફેસબૂક પેજ પર હોસ્પિટલના ફોટો નીચે અંગ્રેજીમાં પરમેનન્ટલી ક્લોઝડ લખાણ લખેલું હતું. સાથે જ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી લખેલું હતું.
ગ્રેડ પેને ન્યાય કયારે..? / ગુજરાત પોલીસમાં ગ્રેડ-પેમાં અન્યાય, અન્ય રાજ્યોની તુલનામાં ગ્રેડ-પે સૌથી ઓછા
આર્યન ખાન જામીન / આર્યનખાનની આવતીકાલે થશે જેલમુક્તિ, જેલમાં નથી પહોંચી ઓર્ડરની કોપી
