Not Set/ પત્નીને રાખવા માંગો છો સ્લિમ ટ્રિમ, તો અપનાવો હરિયાણા કૃષિ મંત્રીનો આ નુસખો

હરિયાણાના કૃષિ મંત્રી ઓમ પ્રકાશ ધનખડે એક કાર્યક્રમમાં જણાવ્યું  કે, જેવી રીતે સફોલા તેલના પ્રચારમાં દાવો કરવામાં આવે કે એને ખાવાથી હાર્ટની સમસ્યા નથી થતી. એવી જ રીતે હરિયાણામાં દેશી ગાયનું ઘીનું સેવન કરવાથી હાર્ટની સમસ્યા નહિ થાય. આ સાથે જ કૃષિ મંત્રીએ દાવો કર્યો કે, જો કોઈ વ્યક્તિ પોતાની પત્નીને સ્લિમ ટ્રિમ રાખવા માંગે છે, […]

Top Stories India

હરિયાણાના કૃષિ મંત્રી ઓમ પ્રકાશ ધનખડે એક કાર્યક્રમમાં જણાવ્યું  કે, જેવી રીતે સફોલા તેલના પ્રચારમાં દાવો કરવામાં આવે કે એને ખાવાથી હાર્ટની સમસ્યા નથી થતી. એવી જ રીતે હરિયાણામાં દેશી ગાયનું ઘીનું સેવન કરવાથી હાર્ટની સમસ્યા નહિ થાય.

આ સાથે જ કૃષિ મંત્રીએ દાવો કર્યો કે, જો કોઈ વ્યક્તિ પોતાની પત્નીને સ્લિમ ટ્રિમ રાખવા માંગે છે, તો તેણે પત્નીને દેશી ગાયનું ઘી ખવરાવવું જોઈએ. એમણે આગળ જણાવ્યું કે, ખેડૂતો ખેતરોમાં આગ ન લગાવે.

ઓમ પ્રકાશ ધનખડે કહ્યું કે, ખેડૂતો દશકોથી એક કમિશનની માંગ કરી રહ્યા છે. લાંબા સમય બાદ સ્વામીનાથન સમિતિ બની. પરંતુ એમની ભલામણોને પહેલાની સરકારે અમલમાં લાવવા માટે કોઈ પગલાં લીધા નહિ. ધનખડે કહ્યું કે, 2006માં આવેલા રિપોર્ટ બાદ પણ કોંગ્રેસ સરકારે ખેડૂતોની આવક વધારવા માટે કઈ કર્યું નહિ. પરંતુ મોદી સરકારે સૌથી પહેલા ખેડૂતોની આવક બેગણી કરવાનો બીડું ઝડપ્યું છે.