- દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે
- એરપોર્ટ પર ભવ્ય સ્વાગતનું આયોજન
- શહેરના સર્કિટ હાઉસ ખાતે કરશે રાત્રિ રોકાણ
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે AAP ના સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવશે. કેજરીવાલ આ વખતે BTP સંસ્થાપક છોટુભાઈ વસાવા અને AAP રાષ્ટ્રીય સંસ્થાપક અરવિંદ કેજરીવાલ સંયુક્ત રીતે “આદિવાસી સંકલ્પ મહાસંમેલન”ને સંબોધિત કરશે. તો સાથે સૌરાષ્ટ્રસર કરવાની પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મે મહિનામાં કેજરીવાલ રાજકોટમાં રોડ શો કરશે. મે મહિનાની 8 અથવા 11 તારીખે કેજરીવાલ રાજકોટમાં રોડ શો કરશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી નો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ રહેશે.
તા:30/04/2022
– રાત્રે 09:00 વાગ્યે સુરત એરપોર્ટ પર આગમન
– સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ
તા : 01/05/2022
– સવારે 09:00 વાગ્યે સુરત સર્કિટ હાઉસથી ભરૂચ તરફ જવા પ્રસ્થાન
– બપોરે 11:00 વાગ્યે માનનીય MLA છોટુભાઈ વસાવાના નિવાસ સ્થાને પહોંચશે અને મિટિંગ કરશે.
છોટુભાઈના નિવાસ સ્થાનનું સરનામું :-
મું : માલજીપુરા, તા : ઝઘડિયા, જી : ભરૂચ
– બપોરે 12:00 વાગ્યે BTP સંસ્થાપક છોટુભાઈ વસાવા અને AAP રાષ્ટ્રીય સંસ્થાપક અરવિંદ કેજરીવાલ સંયુક્ત રીતે “આદિવાસી સંકલ્પ મહાસંમેલન”ને સંબોધિત કરશે.
સભા સ્થળનું સરનામું :
“વ્હાઈટ હાઉસ”, ગામ : ચંદેરીયા, તા : વાલીયા, જી : ભરૂચ
– બપોરે 01:30 વાગ્યે છોટુભાઈ વસાવાના નિવાસ સ્થાને બપોરનું લંચ કરશે.
– બપોરે 02:00 થી 03:00 સુધી કેટલાક રાજકીય અગ્રણીઓ સાથે મુલાકાત કરશે.
– બપોરે 03:00 વાગ્યે વડોદરા એરપોર્ટ તરફ જવા રવાના થશે.
– સાંજે 08:00 વાગ્યે એરપોર્ટથી દિલ્લી તરફ જવા રવાના થશે.
