Not Set/ નિસર્ગ વાવાઝોડુ/ ગુજરાતમાં બુધવારે ત્રાટકવાની શક્યતા, ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એક બાજુ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ નિસર્ગ વાવાઝોડાનું સંકટ ઘેરાઇ ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ સોમવારે જણાવ્યું કે, 3-જૂને સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયામાં હરિહરેશ્વર-દમણ વચ્ચે ત્રાટકી શકે છે. જો કે આ વાવાઝોડીની તીવ્રતામાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે. આ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં 3 થી […]

Gujarat Others

ગુજરાતમાં એક બાજુ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ નિસર્ગ વાવાઝોડાનું સંકટ ઘેરાઇ ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ સોમવારે જણાવ્યું કે, 3-જૂને સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયામાં હરિહરેશ્વર-દમણ વચ્ચે ત્રાટકી શકે છે. જો કે આ વાવાઝોડીની તીવ્રતામાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે. આ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં 3 થી 5 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ડિપ્રેશન પણજીના દક્ષિણપશ્ચિમથી 340  કિલોમીટર, દક્ષિણ-દક્ષિણપશ્ચિમ મુંબઇથી 630  કિલોમીટર જ્યારે સુરતના દક્ષિણ-દક્ષિણપશ્ચિમથી 900 કિલોમીટરના અંતરે છે. તે હવે પૂર્વમધ્ય અને તેને સંલગ્ન દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે. ‘ ગુજરાતમાં હાલ દક્ષિણપશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન છે. 

વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડયો હતો. વાવાઝોડા નિસર્ગના કારણે સૌરાષ્ટ્ર્ર સહિત રાયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન ખાતાના રિજનલ ડીરેકટર જયતં સરકારના જણાવ્યા મુજબ તારીખ ૩જી જૂનના રોજ વલસાડ, નવસારી, સુરત ,  ભરૂચ, વડોદરા, આણંદ,ભાવનગર,અમરેલી, ગીર સોમનાથ,બોટાદ, દિવ, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ થવાની સંભાવના છે.

તારીખ 4 જૂનના રોજ ડાંગ, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ,ખેડા, આણદં અને અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી નવી સિસ્ટમના કારણે મહારાષ્ટ્ર્ર, ગુજરાત, કર્ણાટક,કેરલા સહિતના અનેક રાયોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે.

5 જૂન ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા  ઉદેપુર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.