Jam-Khambhaliya News : દ્વારકા જિલ્લાની જામ ખંભાળીયા નગરપાલિકા કર્જના બોજ હેઠળ દબાઈ છે. આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે નગરપાલિકાએ પોતાની મિલકત વેચવાનો નિર્ણય લીધો છે.
આગામી 27 જાન્યુઆરીના રોજ જોધપુર નાકા ચોકના શોપિંગ સેન્ટરની 12 જેટલી દુકાનોની જાહેર હરાજી કરવામાં આવશે. આ હરાજીમાં 100થી વધુ ખરીદદારો ભાગ લે તેવી શક્યતા છે. આ મિલકત વેચાણ દ્વારા નગરપાલિકાની ખાલી થયેલી તિજોરી ભરવાનો પ્રયાસ કરવામાં આવશે.
વઘુમાં દેવુ ગઢવી, કોંગ્રેસ આગેવાન જણાવે છે કે, ‘મિલ્કત વેંચાણ કરીને તળીયા ઝાટક તિજોરી ભરવાનો પ્રયાસ છે,’ નગરપાલિકા ચોકના શોપિંગ સેન્ટરની 12 દુકાનો માટે આવતી કાલે હરાજી કરીને વેચાણ કરશે. આ નિર્ણયથી કેટલાક નગરજનોનું કહેવું છે કે, નગરપાલિકાએ આટલા મોટા પાયે મિલકત વેચવાને બદલે અન્ય કોઈ ઉપાય શોધવો જોઈએ.
@ જયસુખ મોદી, જામ ખંભાળીયા
આ પણ વાંચો: દ્વારકાના જામખંભાળીયામાં મહિલાએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા જામખંભાળીયામાં વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસે ની સરકારી જમીન હડપ કરવાનું કાવતરૂ
આ પણ વાંચો: દ્વારકાના જામ ખંભાળીયામાં હાઈવે પર ગંભીર અકસ્માતમાં એકનું મોત
