Ahmedabad News/ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની બિનવારસી વાહનો જપ્ત કરવા ખાસ ડ્રાઇવ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાંથી બિનવારસી વાહનોને જપ્ત કરવા માટે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ અંગે અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા  (Social Media) પર પોસ્ટ કરવામાં આવી છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાંથી બિનવારસી વાહનોને જપ્ત કરવા માટે ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ અંગે અમદાવાદ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા  (Social Media) પર પોસ્ટ કરવામાં આવી છે અને એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે, જેમાં સતર્ક નાગરિકો લાંબા સમય સુધી પડેલાં શંકાસ્પદ બિનવારસી વાહનનો ફોટો અને લોકેશન મોકલી શકે છે. આપની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને યોગ્ય ઈનામ પણ આપવામાં આવશે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું માનવું છે કે બિનવારસી કે લાંબા સમયથી શંકાસ્પદ રીતે પડેલા વાહનો વાસ્તવમાં કોઈને કોઈ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલા હોઈ શકે છે. આ સિવાય આ વાહનો રાજ્યમાં કોઈને કોઈ સ્થળે અકસ્માત સર્જીને પણ ભાગી છૂટ્યા હોઈ શકે છે. આ સંજોગોમાં જો સતર્ક નાગરિકો આ રીતે પડેલા શંકાસ્પદ વાહનો અંગે પોલીસને વહેલામાં વહેલી તકે જાણ કરે તો પોલીસ જવાબી કાર્યવાહી કરી શકે છે.

આ રીતે સામાન્ય નાગરિકની સતર્કતા પોલીસને ઘણી ઉપયોગી નીવડી શકે છે. ગુનામાં હાલમાં કોઈને કોઈ પ્રકારના વાહનનો ઉપયોગ થતો જ હોય છે. તેના પછી તે વાહનને ગમે ત્યાં છોડી દેવામાં આવે છે. કેટલાય લોકો જોતાં હોય છે, પણ તેમને ખબર હોતી નથી કે આ રીતે બિનવારસી વાહન પડેલું હોય તો શું કરવું. તેની પ્રક્રિયાની પણ તેમને ખબર હોતી નથી.

આ સંજોગોમાં પોલીસને પણ કોઈ ઇનપુટ મળતાં નથી. હવે જો પોલીસે પહેલ કરી છે ત્યારે નાગરિકો થોડી સતર્કતા દાખવે તો પોલીસ પાસે આ પ્રકારના વાહનોની જાણકારી મળી શકે છે. તેના પછી પોલીસ તે વાહનોને લઈને કોઈ પગલાં પણ લઈ શકે છે. આ સિવાય કોઈનું વાહન ચોરાયું હોય તો પણ પોલીસને તેના સગડ મળી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 250 કરોડનું ડ્રગ્સ પકડતા સનસનાટી

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરીના રેકેટનો કર્યો પર્દાફાશ