Ramayan Hindi Distribution Rights : રણબીર કપૂર અને સાઈ પલ્લવીની આગામી મોસ્ટ અવેટેડ પાન-ઈન્ડિયા ફિલ્મ ‘રામાયણ’ (Ramayan) રિલીઝ પહેલા જ ભારતીય સિનેમાના ઇતિહાસના તમામ મોટા રેકોર્ડ તોડવાની તૈયારી કરી રહી છે. આ મેગા બજેટ ફિલ્મે અગાઉથી જ ₹700 કરોડની માતબર ઓટીટી (OTT) ડીલ ઠુકરાવી દીધી હોવાના અહેવાલો હતા. હવે સામે આવેલા નવા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મના માત્ર હિન્દી ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સની (Hindi Distribution Rights) ડીલ માટે અધધ ₹450 કરોડની માંગ કરવામાં આવી રહી છે, જેને લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા ડિસ્ટ્રિબ્યુટર્સ પણ અચંડામાં મૂકાઈ ગયા છે.
બોલિવૂડ ઇતિહાસની સૌથી મોટી ડીલ બનશે
‘વેરાયટી ઇન્ડિયા’ના અહેવાલ મુજબ, અત્યાર સુધી ભારતીય સિનેમામાં સૌથી મોંઘા ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ ના નામે છે, જે આશરે ₹250 કરોડમાં વેચાયા છે. જો ફિલ્મ ‘રામાયણ'(Ramayan) ના મેકર્સ પોતાની માંગણીમાં થોડો ઘટાડો કરીને ₹450 કરોડના બદલે ₹300 કરોડમાં પણ આ ડીલ ફાઇનલ કરે છે, તો પણ તે બોલિવૂડના ઇતિહાસની સૌથી મોટી ડિસ્ટ્રિબ્યુશન ડીલ સાબિત થશે.
બીજી તરફ, અનિલ થડાણી (AA Films) અને જયંતિલાલ ગડા (Pen Studios) જેવા દેશના ટોચના ડિસ્ટ્રીબ્યુટર્સનું માનવું છે કે માત્ર એક જ ભાષાના ડિસ્ટ્રીબ્યુશન માટે ₹450 કરોડ ચૂકવવા તે ખૂબ જ મોટું આર્થિક જોખમ છે. તેમણે પ્રોડ્યુસર્સને આ કિંમતમાં થોડો ઘટાડો કરવા સલાહ આપી છે. જોકે, ફિલ્મના નિર્માતાઓને આ પ્રોજેક્ટની સફળતા પર પૂરો ભરોસો હોવાથી તેઓ પોતાની રકમ પર અડગ છે. હાલમાં કરણ જોહરના ધર્મા પ્રોડક્શન, AA ફિલ્મ્સ અને પેન સ્ટુડિયો સાથે પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાની વાતચીત ચાલી રહી છે.
વર્લ્ડવાઇડ ₹2500 કરોડની કમાણીનો અંદાજ
ટ્રેડ એક્સપર્ટ્સ અને બોક્સ ઓફિસ વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ફિલ્મ ‘રામાયણ'(Ramayan) માત્ર ભારતીય માર્કેટમાંથી જ ₹1000 થી ₹1500 કરોડ સુધીનું ઐતિહાસિક કલેક્શન કરી શકે છે. જ્યારે વૈશ્વિક સ્તરે (Worldwide Box Office) આ ફિલ્મની કુલ કમાણી ₹2500 કરોડના આંકડાને પાર કરી જાય તેવો અંદાજ છે.
ફિલ્મ ‘Ramayan’ સાથે જોડાયેલી મહત્વની વાતો:
ફિલ્મમાં મેગા સ્ટારકાસ્ટ તરીકે રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં, સાઈ પલ્લવી માતા સીતા, સાઉથ સુપરસ્ટાર યશ લંકેશ રાવણ, સની દેઓલ હનુમાનજી અને રવિ દુબે લક્ષ્મણના પાત્રમાં જોવા મળશે.
જૂના રામ હવે દશરથ બનશે, વર્ષ 1987ની ઐતિહાસિક ટીવી સિરિયલ ‘રામાયણ'(Ramayan) માં ભગવાન રામનું અમર પાત્ર ભજવનાર પીઢ અભિનેતા અરુણ ગોવિલ આ ફિલ્મમાં રાજા દશરથની ભૂમિકા ભજવી રહ્યા છે.
આ પ્રોજેક્ટનું કુલ બજેટ આશરે ₹4,000 કરોડ હોવાનું કહેવાય છે, જે તેને ભારતીય સિનેમાના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બનાવે છે.
આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારી કરી રહ્યા છે, જેમણે ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘દંગલ’ બનાવી હતી.
ફિલ્મનું મ્યુઝિક ઓસ્કર વિજેતા એ.આર. રહેમાન અને હોલિવૂડના પ્રખ્યાત કમ્પોઝર હેન્સ ઝિમર (Hans Zimmer) મળીને તૈયાર કરી રહ્યા છે. જ્યારે તેના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) નું કામ ઓસ્કર વિજેતા હોલિવૂડ સ્ટુડિયો DNEG અને પ્રાઇમ ફોકસ સંભાળી રહ્યા છે.
આ ફિલ્મ સંપૂર્ણપણે IMAX ફોર્મેટ પર રિલીઝ થશે. મેકર્સ તેને બે ભાગમાં રિલીઝ કરશે, જેમાં પ્રથમ ભાગ દિવાળી 2026 અને બીજો ભાગ દિવાળી 2027 માં સિનેમાઘરોમાં ધૂમ મચાવશે.



