Tech News/ શું છે MIRV ટેકનોલોજી? જેની મદદથી ભારતની અગ્નિ મિસાઈલ દુશ્મન દેશોના સુરક્ષા કવચને ભેદશે

ભારતે 8 મે 2026 ના રોજ MIRV ટેકનોલોજીથી સજ્જ Agni Missile નું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ એકસાથે અનેક લક્ષ્યોને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે, જે ભારતની સંરક્ષણ શક્તિને નવી ઊંચાઈ પર લઈ જશે.

Trending Tech & Auto
Agni Missile

Defence News 2026: ભારતે સંરક્ષણ ક્ષેત્રે એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. શુક્રવાર, 8 મે 2026 ના રોજ ઓડિશાના ડો. એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી MIRV (મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રી-એન્ટ્રી વ્હીકલ) ટેકનોલોજીથી સજ્જ એડવાન્સ ‘અગ્નિ’ (Agni Missile)  મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ અદ્યતન ટેકનોલોજી ભારતની વ્યૂહાત્મક સંરક્ષણ ક્ષમતામાં અનેકગણો વધારો કરશે.

MIRV ટેકનોલોજીની તાકાત (Agni Missile)

આ પરીક્ષણ દરમિયાન મિસાઈલને (Agni Missile) મલ્ટિપલ પેલોડ્સ (હથિયારો) સાથે લોન્ચ કરવામાં આવી હતી. હિંદ મહાસાગર ક્ષેત્રમાં વિશાળ ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલા વિવિધ લક્ષ્યોને આ મિસાઈલે ચોકસાઈપૂર્વક વીંધ્યા હતા. સામાન્ય મિસાઈલ માત્ર એક જ લક્ષ્ય પર પ્રહાર કરે છે, જ્યારે MIRV ટેકનોલોજીથી સજ્જ અગ્નિ મિસાઈલ એકસાથે અનેક શહેરો કે સૈન્ય મથકોને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.

MIRV ટેકનોલોજીની મુખ્ય વિશેષતાઓ

એક જ મિસાઇલ, (Agni Missile) અનેક લક્ષ્ય: આ ટેકનોલોજીની મુખ્ય ખાસિયત એ છે કે તે એક જ મિસાઇલ દ્વારા અનેક પરમાણુ હથિયારો લઈ જઈ શકે છે.

મિસાઇલમાંથી છૂટા પડતા દરેક હથિયારને અલગ-અલગ દુશ્મન લક્ષ્યો પર સ્વતંત્ર રીતે ત્રાટકવા માટે સેટ કરી શકાય છે.

એકસાથે અનેક હથિયારો અલગ-અલગ દિશામાં છોડવાને કારણે દુશ્મન દેશની એન્ટી-મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે તેને રોકવું અત્યંત મુશ્કેલ બની જાય છે.

ભારત હવે વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થયું છે જેઓ આ જટિલ અને શક્તિશાળી ટેકનોલોજી ધરાવે છે.

ચોકસાઈ અને રક્ષામંત્રીના અભિનંદન

DRDO દ્વારા વિકસિત આ મિસાઈલના ટ્રેકિંગ માટે જમીન અને જહાજ આધારિત અનેક સ્ટેશનો તૈનાત કરવામાં આવ્યા હતા. લિફ્ટ-ઓફથી લઈને પેલોડના ઈમ્પેક્ટ સુધીની તમામ ક્ષણોનું ટેલીમેટ્રી ડેટા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ સફળતા બદલ DRDO અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે, આ સફળતા વધતા જતા જોખમો સામે દેશની સંરક્ષણ સજ્જતામાં અતુલ્ય ક્ષમતા ઉમેરશે.

પાકિસ્તાન અને ચીન જેવા પાડોશી દેશોની હરકતો સામે ભારત પાસે આ શક્તિ હવે એક મજબૂત પરમાણુ પ્રતિરોધક કવચ સાબિત થશે.


આ પણ વાંચો:  જો 90 દિવસ સુધી રિચાર્જ નહીં કરો તો મોબાઈલ નંબર થઈ જશે બંધ, જાણો તમારું સિમ કાર્ડ બચાવવાની રીત

આ પણ વાંચો: મોબાઈલ પર અચાનક કેમ વાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકાર કરી રહી છે ઈમરજન્સી એલર્ટનું ટેસ્ટિંગ