Not Set/ વોડાફોનેના પ્લાન થયા સસ્તા, રૂ. 69 માં અનલિમિટેડ કૉલિંગ સાથે ડેટા પ્લાન

જીઓના આગમન બાદ સતત ટેરિફ યુદ્ધ ચાલી રહ્યું છે. ટેલિકોમ કંપનીઓમાં સસ્તા યોજનાઓ શરૂ કરવાની સ્પર્ધા ચાલી રહી છે. વોડાફોનએ તેના ક્રમમાં સસ્તા પ્લાન શરૂ કરી દીધા છે. આ પ્લાન હેઠળ ડેટા અને વૉઇસ કૉલિંગ ઉપલબ્ધ રહેશે. આ કોઈ ખાસ સર્કલ માટે નહીં પણ આખા દેશ માટે રહેશે. કંપનીએ સુપર વીક નામનો એક પ્લાન રજૂ […]

Tech & Auto

જીઓના આગમન બાદ સતત ટેરિફ યુદ્ધ ચાલી રહ્યું છે. ટેલિકોમ કંપનીઓમાં સસ્તા યોજનાઓ શરૂ કરવાની સ્પર્ધા ચાલી રહી છે. વોડાફોનએ તેના ક્રમમાં સસ્તા પ્લાન શરૂ કરી દીધા છે. આ પ્લાન હેઠળ ડેટા અને વૉઇસ કૉલિંગ ઉપલબ્ધ રહેશે. આ કોઈ ખાસ સર્કલ માટે નહીં પણ આખા દેશ માટે રહેશે. કંપનીએ સુપર વીક નામનો એક પ્લાન રજૂ કરયો છે જેની કિંમત 69 રૂપિયા છે. આ પ્લાનમાં કસ્ટમરઝને અનલિમિટેડ લોકલ કૉલ્સ આપવામાં આવશે. તેમાં 500 એમબીનો ડેટા પણ છે અને તેની વેલિડિટી અઠવાડિયાની રહેશે. ડેટા દરરોજ નહીં મળે પરંતુ એક અઠવાડિયા માટે 500 એમબીનો ડેટા ઉપલબ્ધ રહેશે.

આ પ્લાનની ખાસ બાબત એ છે કે આ પ્લાન તમે કોઈ પણ બીજા પ્લાન સાથે રિચાર્જ કરી શકો છો. તેની કોઈ લિમિટ નથી રાખવામાં આવી. એટલે કે દર અઠવાડિયે રિચાર્જ થઈ શકે છે. જુદા જુદા સર્કલ અનુસાર તેની કિંમત પણ અલગ રાખવામાં આવી છે. કારણ કે કેટલાક સ્થળોએ તે 73 રૂપિયામાં પણ ઉપલબ્ધ છે.