Tech News/ દિલ્હી vs ગુજરાત:નવી EV પોલિસી (EV Policy)માં ક્યા મળશે મોટો ફાયદો?

નવી ઇલેક્ટ્રિક ગાડી ખરીદવી છે પણ કન્ફ્યુઝન છે? દિલ્હી અને ગુજરાત સરકારે પોતપોતાની નવી EV પોલિસી (EV Policy) બહાર પાડી છે. પણ તમારા ખિસ્સાને ક્યાં વધુ ફાયદો થશે? દિલ્હીમાં સબસિડીનો ધમાકો! જો તમે દિલ્હીમાં છો,તો લોટરી લાગી સમજો! દિલ્હીની નવી પોલિસી મુજબ,ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદવા પર પહેલા વર્ષે સીધી ₹30,000 સુધીની સબસિડી મળશે.જ્યારે થ્રી-વ્હીલર પર ₹50,000 […]

Tech & Auto India
EV POLICY

નવી ઇલેક્ટ્રિક ગાડી ખરીદવી છે પણ કન્ફ્યુઝન છે? દિલ્હી અને ગુજરાત સરકારે પોતપોતાની નવી EV પોલિસી (EV Policy) બહાર પાડી છે. પણ તમારા ખિસ્સાને ક્યાં વધુ ફાયદો થશે?

દિલ્હીમાં સબસિડીનો ધમાકો!

જો તમે દિલ્હીમાં છો,તો લોટરી લાગી સમજો! દિલ્હીની નવી પોલિસી મુજબ,ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદવા પર પહેલા વર્ષે સીધી ₹30,000 સુધીની સબસિડી મળશે.જ્યારે થ્રી-વ્હીલર પર ₹50,000 સુધીનો ફાયદો મળશે.

ગુજરાતમાં સબસિડીનું ગણિત શું છે?

ગુજરાતમાં પહેલાં ડાયરેક્ટ સબસિડી મળતી હતી,જે હાલમાં બંધ જેવી જ છે.પણ ટેન્શન ન લો! ગુજરાતીઓ માટે સરકારે રોડ ટેક્સ સીધો 6 ટકાથી ઘટાડીને માત્ર 1 ટકા કરી નાખ્યો છે.એટલે કે ગાડી ખરીદતી વખતે સીધી ટેક્સમાં મોટી બચત!

સ્ક્રેપિંગ પોલિસી: દિલ્હીમાં જુની ગાડી આપો, ₹1 લાખ લો!

દિલ્હી સરકાર પ્રદૂષણ હટાવવા માટે ફૂલ એક્શનમાં છે.જો તમારી પાસે જૂની BS-IV કે તેનાથી જૂની કાર હોય અને તમે તેને સ્ક્રેપમાં આપીને નવી ઇલેક્ટ્રિક કાર લો,તો સરકાર તમને સીધા ₹1,00,000  સુધીની સ્ક્રેપિંગ સબસિડી આપશે!

ગુજરાતનું ફોકસ ક્યાં છે?

ગુજરાત સરકારનું આખું ધ્યાન ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ મજબૂત કરવા પર છે.હાઇવે પર ચાર્જિંગ સ્ટેશનોનો આખો કોરિડોર બની રહ્યો છે,જેથી લાંબી મુસાફરીમાં બેટરી પુરી થવાની ચિંતા ન રહે.સાથે જ અહીં EV મેન્યુફેક્ચરિંગ કંપનીઓને મોટું પ્રોત્સાહન અપાય છે.

રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશનમાં રાહત

દિલ્હી: ₹30 લાખ સુધીના પ્યોર ઇલેક્ટ્રિક કાર પર રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી 100% માફ છે.

ગુજરાતઃઅહીં રજીસ્ટ્રેશન ફીમાં મોટી રાહત છે અને રોડ ટેક્સમાં પણ માત્ર 1% જ ચૂકવવાનો હોવાથી ઓન-રોડ પ્રાઇસ ઘણી નીચી આવી જાય છે.

ભવિષ્યનો પ્લાન: પેટ્રોલ-ડીઝલ બંધ?

દિલ્હી સરકારે મોટો ટાર્ગેટ સેટ કર્યો છે.વર્ષ 2028 પછી દિલ્હીમાં પેટ્રોલ કે CNG વાળા નવા ટૂ-વ્હીલરનું રજીસ્ટ્રેશન જ બંધ થઇ જશે! એટલે કે ત્યાં ફરજિયાત ઇલેક્ટ્રિક તરફ જવું પડશે,જ્યારે ગુજરાતમાં હજુ આવો કોઇ કડક નિયમ નથી..

જો તાત્કાલિક મોટી સબસિડી અને સ્ક્રેપિંગનો લાભ લેવો હોય તો દિલ્હી આગળ છે.પણ લોન્ગ ડ્રાઇવ,શાનદાર ચાર્જિંગ નેટવર્ક અને બિઝનેસ ફ્રેન્ડલી માહોલ જોવો હોય તો આપણું ગુજરાત પણ પાછળ નથી!


આ પણ વાંચો:PMના જન્મ દિવસે પાલિકા કરશે ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ, સુરતીઓને EVમાં 1 લાખ સુધીનો ફાયદો

આ પણ વાંચો:ભારતમાં ઈલેક્ટ્રીક વાહનની માંગ વધશે, 2027 સુધીમાં EV ક્ષેત્રમાં થશે 40 ટકાનો વધારો

આ પણ વાંચો:અમદાવાદીઓ પહેલી પસંદ બની રહ્યા છે EV વાહનો