Realme એ આજે ભારતમાં બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ સ્માર્ટફોનમાં ચાર રીઅર કેમેરા અને 5000 એમએએચની બેટરી જેવી વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે. બંને સ્માર્ટફોન રીયલમી 5 સિરીઝનો હિસ્સો છે, જેનું નામ રીયલમી 5 અને રીયલમી 5 પ્રો રાખવામાં આવ્યુ. આ સ્માર્ટફોનમાં ઘણી વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે. સ્માર્ટફોન નવી ક્રિસ્ટલ ડિઝાઇન પર વિકસિત કરવામાં આવ્યો છે, જે આપણે રીઅલમી 3 આઇમાં જોયુ હતુ.
Realme 5 Pro ફિચર

Realme 5 પ્રો સ્માર્ટફોનમાં 6.3 ઇંચની ફુલ એચડી ડિવડ્રોપ ડિસ્પ્લે આપવામા આવેલ છે. કંપનીએ આ ફોનને ક્રિસ્ટલ ગ્રીન, બ્લૂ કલરમાં લોન્ચ કર્યો છે. આ ફોનમાં કંપનીએ રીયલમી 5 પ્રો માં ચાર રીઅર કેમેરા આપ્યા છે, જેમાં 48 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ સાથે, એક વાઇડ એંગલ કેમેરો પણ આપવામાં આવ્યો છે, જેની મદદથી તમે ફોટોની સૌથી નાનામા નાની વિગતો પણ જોઇ શકશો. આ સાથે, પોર્ટરેટ શોટ માટે એક અલગ કેમેરા લેન્સ આપવામાં આવ્યો છે. ફોનમાં અલ્ટ્રા મૈકો ફિચર સાથેનો 2 મેગાપિક્સલનો રીઅર કેમેરો આપવામાં આવ્યો છે.
ફ્રન્ટમાં, કંપનીએ 16 મેગાપિક્સલનો સોની આઇએમએક્સ 471 લેન્સ આપ્યો છે, જે નોચ ડિસ્પ્લેમાં ફીટ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 712 પ્રોસેસર પર કામ કરે છે, જે એઆઈઈ સાથે આવે છે. ગેમિંગ માટે કંપનીએ તેમા હાઇપર બુસ્ટ 2.0 ફિચર આપ્યુ છે. આ ફોન VOOC 3.0 ચાર્જર સાથે આવે છે, જે 20 વોટની ચાર્જિંગ સુવિધા પ્રદાન કરશે. ફોનમાં 4035 એમએએચની બેટરી આપવામાં આવી છે. તેમાં ટાઇપ સી યુએસબી પોર્ટ છે. ફોનમાં 6.3 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવેલ છે. તેમજ ફોનમાં 3.5 mm જેક આપવામાં આવ્યો છે.
Realme 5 ફિચર

Realme 5 માં 6.4 ઇંચનું મિનિ ડ્રોપ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવેલ છે. Realme 5 ફોન ક્રિસ્ટલ બ્લૂ અને ક્રિસ્ટલ પર્પલ કલરમાં મળશે. તેમા ખૂબ જ નાની નોચ આપવામા આવેલ છે. Realme 5 માં 12 મેગાપિક્સલનો એઆઈ ક્વોડ કેમેરો આપવામાં આવેલ છે. જેમાં અલ્ટ્રા વાઇડ એંગલ, પોર્ટરેટ, અલ્ટ્રા મેક્રો ફિચર મળે છે. આ ફોનમાં Realme 5000 એમએએચની બેટરી છે, જે અત્યાર સુધીની કંપનીની સૌથી મોટી બેટરી છે.
આ સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસ પર કામ કરે છે. ફોન ટ્રિપલ સ્લોટ સાથે આવે છે, જેમાં તમે માઇક્રો એસડી કાર્ડની મદદથી સ્ટોરેજ વધારી શકો છો. ફોનમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. બંને સ્માર્ટફોન કલર ઓએસ 6 પર કામ કરે છે. જેમા ઘણા નવા ફેરફાર કરવામાં આવ્યા છે. ઓએસની હોમ સ્ક્રીન અને નોટિફિકેશન બારનાં આઈકોનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ તેમાં સિક્યોરિટી ફિચરમાં સુધારો કરવામાં આવ્યો છે.
Realme 5 અને Realme 5 Pro ની કિંમત

Realme 5 પ્રો સ્માર્ટફોન 13,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ કિંમત ફોનનાં 4 જીબી રેમ 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની છે. 6 જીબી રેમ 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 14,999 રૂપિયામાં અને 8 જીબી રેમ 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 16,999 રૂપિયામાં મળશે. ફોન 4 સપ્ટેમ્બરનાં રોજ બપોરે 12 વાગ્યે ફ્લિકાર્ટ પર ઉપલબ્ધ થશે.
વળી Realme 5 સ્માર્ટફોનનાં 3 જીબી રેમ 32 જીબી સ્ટોરેજ વેરિએન્ટ 9,999 રૂપિયામાં મળશે. ફોનનું 4 જીબી રેમ 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 10,999 રૂપિયામાં અને 4 જીબી રેમ 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 11,999 રૂપિયામાં મળશે. આ ફોન 27 ઓગસ્ટે ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
