વોટસૅપમાં ઘણા બધા નવા ફીચર્સ અને ટ્રીકસ છે જેને આપણે જાણતા નથી. અમે તમને તે જ ટ્રીક વિશે આજે જણાવીશું જેના દ્વારા આપણે ઓટોમેટિક રિપ્લાય આપી શકીએ છીએ. આજે વોટસૅપ વિશ્વનો સૌથી વધુ વપરાતો મેસેન્જર છે. દરેક વ્યક્તિ વોટસૅપનો ઉપયોગ કરે છે. પછી ભલે તે વૃદ્ધ હોય કે બાળક હોય. વોટસૅપમાં આવા ઘણા બધા નવા ફીચર્સ અને ટ્રીકસ છે કે જેને આપણે ઉપયોગ કરી શકતા નથી.
આજે આપણે જાણીશું કે કેવી રીતે Whatsapp ના ઉપયોગ દ્વારા આપણે ઓટોમેટિક રિપ્લાય આપી શકીએ છીએ. તેનો અર્થ એ કે તેને સ્માર્ટફોનને સ્પર્શવાની જરૂર પણ નથી અને સામેવાળા યુઝર્સને ઓટોમેટિક રિપ્લાય મળી જશે. આ એક ટ્રીક છે જે જો તમે બિઝી રહેતા હો તો તે તમારી માટે ખૂબ ઉપયોગી બની શકે છે.
વોટસૅપ પર ઓટો રિપ્લાય કરવા માટે યુઝર્સએ સ્માર્ટફોનમાં “ઓટો રિપ્લાય ફોર વોટસૅપ” એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે. આ એક મફત એપ્લિકેશન છે જેના માટે તમારે માત્ર ડેટા જ ખર્ચવાનો રહેશે. આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કાર્ય પછી તેને તમારા વોટટ્સઅપ એકાઉન્ટ સાથે લિંક કરો જેના પછી થોડાક સેટિંગ્સને ચેન્જ કરીને યુઝર્સ કોઈપણ મેસેજનો ઓટોમેટિક રિપ્લાય આપી શકે છે.
