Not Set/ વોટ્સએપ ગ્રૂપ એડમિનિને મળશે વધુ તાકાત, જલ્દી જ થશે બદલાવ

હવે વોટ્સએપ ગ્રુપના એડમિનને જલ્દી જ ગ્રુપના કયા સભ્યો વોટ્સએપ ના સબજેક્ટ, આયકોન અથવા વિવરણમાં કોણ ફેરફાર કરે તે નિર્ણય કરી શકશે. WABetaInfo.com ના જણાવ્યા મુજબ એક ફેન સાઇટએ WhatsApp ની આ નવી સુવિધા ચકાસી છે. ફેસબુકના માલિકીનું આ મેસેજિંગ પ્લેટફોર્મએ ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામના વર્ઝન 2.17.387 માં તેનું નવું અપડેટ રીલીઝ કર્યું છે. એવું […]

Tech & Auto

હવે વોટ્સએપ ગ્રુપના એડમિનને જલ્દી જ ગ્રુપના કયા સભ્યો વોટ્સએપ ના સબજેક્ટ, આયકોન અથવા વિવરણમાં કોણ ફેરફાર કરે તે નિર્ણય કરી શકશે. WABetaInfo.com ના જણાવ્યા મુજબ એક ફેન સાઇટએ WhatsApp ની આ નવી સુવિધા ચકાસી છે.

ફેસબુકના માલિકીનું આ મેસેજિંગ પ્લેટફોર્મએ ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામના વર્ઝન 2.17.387 માં તેનું નવું અપડેટ રીલીઝ કર્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે વોટ્સએપ એ ગ્રુપ એડમિન માટે ઉત્તમ ફીચર્સની જાહેરાત કરી છે. જે ગ્રુપ બનાવે છે તે ગ્રુપના એડમિનને બીજા ગ્રુપના એડમીન દ્વારા ગ્રુપમાં થી કાઢી નાખવા માટે શક્તિ આપે છે. આ માહિતીને WABetaInfo ના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કરવામાં આવી છે.

ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ વિગતો મુજબ કહેવામાં આવ્યું હતું કે આ સુવિધા હાલમાં પરીક્ષણ માટે ઉપલબ્ધ છે. તાજેતરમાં વિવિધ અહેવાલોમાં આ માહિતી આપવામાં આવી છે કે વોટ્સએપ અનસેન્ડ સુવિધાને ટૂંક સમયમાં જ રજૂ કરશે. એવું કહેવામાં આવ્યું છે કે મેસેજિંગ એપ્લિકેશન ‘ડીલીટ ફોર એવરીવન’ સુવિધાને પરીક્ષણ કરી રહ્યું છે.