ગૂગલે એક એપને લોન્ચ કરી છે આ એપ્લિકેશનનું નામ ‘Switch to Android’ છે. આ એપ ખાસ કરીને એવા લોકો માટે છે જે iOS માંથી એન્ડ્રોઈડમાં જોડાવા માંગે છે. એટલે કે આઈફોનમાંથી એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં પોતાનો ડેટા ટ્રાન્સફર કરવા માંગે છે તેઓ આ એપનો ઉપયોગ કરી શકે છે. ગૂગલની ‘Switch to Android’ એપ વાયરલેસ રીતે કામ કરે છે એટલે કે આ એપથી ડેટા ટ્રાન્સફર કરવા માટે કોઈ કેબલની જરૂર પડશે નહીં.
આ એપને લઈને ગૂગલે દાવો કર્યો છે કે આઈઓએસથી એન્ડ્રોઈડમાં ડેટા ટ્રાન્સફર સમગ્ર રીતે સિક્યોર હશે. આ સિવાય આ એપથી ડેટા ટ્રાન્સફર કરવામાં વધારે સમય પણ નહીં લાગે. એપના ડિસ્ક્રિપ્શન સાથે સ્વિચ કરવાની રીત વિશે જાણકારી આપી છે.
ડેટા ટ્રાન્સફર દરમિયાન યૂઝર્સને કોન્ટેક્ટથી લઈને કેલેન્ડર, ફોટોઝ-વીડિયો સુધીનો પણ વિકલ્પ અલગથી મળે છે. આ એપની સાઈઝ 39MB છે અને તેને iOS 12.0 અથવા તો તે બાદના iOS વાળા આઈફોન પર ડાઉનલોડ કરી શકાય છે. હજુ સુધી આઈઓએસથી એન્ડ્રોઈડમાં સ્વિચ કરવા માટે કોઈ સીધી રીત નહતી. એપલ પાસે એન્ડ્રોઈડથી આઈઓએસમાં સ્વિચ કરવાનો વિકલ્પ અગાઉથી જ છે.
જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ એપલ અને સેમસંગ બાદ હવે ગૂગલે પણ પોતાના પિક્સલ ફોન માટે સેલ્ફ રિપેર પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. ગૂગલ પિક્સલ યૂઝર્સ હવે પોતાનો સ્માર્ટફોન જાતે જ રિપેર કરી શકશે. ગૂગલે આ માટે iFixit સાથે ભાગેદારી કરી છે જે એક ઓનલાઈન રિપેર કોમ્યૂનિટી છે. સેલ્ફ રિપેર પ્રોગ્રામ હેઠળ ગ્રાહકોને પોતાનો ફોન રિપેર કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દેખાડવામાં આવશે. જરૂર પ્રમાણે યૂઝર્સ ગૂગલના સ્ટોર પરથી ફોનના પાર્ટ્સ ખરીદી શકશે.
આ પણ વાંચો: Delhi / કોવિડના વધતા કેસ વચ્ચે મનીષ સિસોદિયાની પ્રેસ, ટૂંક સમયમાં જ શાળાઓને માર્ગદર્શિકા જાહેર કરાશે
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર / શોપિયાંમાં એન્કાઉન્ટર, 2-3 આતંકવાદીઓ છુપાયા હોવાના અહેવાલ
આ પણ વાંચો: Lemon Inflation / એવું તો શું થયું કે લીંબુના ભાવ અચાનક આસમાને પહોંચ્યાં, આ રહ્યું કારણ
