Not Set/ ઓટો/ Hyundai Santro ની પ્રથમ વર્ષગાંઠમાં કંપનીએ લોન્ચ કર્યુ એનિવર્સરી એડિશન મોડલ

Hyundai દ્વારા Hyundai Santro ની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા માટે, કંપનીએ તેનું એનિવર્સરી એડિશન મોડલ લોન્ચ કર્યું છે. સેન્ટ્રોનું આ સ્પેશિયલ એડિશન મોડલ કારની સ્પોર્ટઝ વેરિઅન્ટ પર આધારિત છે. તે મેન્યુઅલ અને એએમટી ગિયરબોક્સ વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તે સેન્ટ્રોનું લિમિટેડ એડિશન મોડેલ છે, જેમા સ્ટાન્ડર્ડ મોડલની તુલનામાં કોસ્મેટિક ફેરફાર કરવામાં આવે છે. Hyundai Santro ની […]

Tech & Auto

Hyundai દ્વારા Hyundai Santro ની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા માટે, કંપનીએ તેનું એનિવર્સરી એડિશન મોડલ લોન્ચ કર્યું છે. સેન્ટ્રોનું આ સ્પેશિયલ એડિશન મોડલ કારની સ્પોર્ટઝ વેરિઅન્ટ પર આધારિત છે. તે મેન્યુઅલ અને એએમટી ગિયરબોક્સ વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તે સેન્ટ્રોનું લિમિટેડ એડિશન મોડેલ છે, જેમા સ્ટાન્ડર્ડ મોડલની તુલનામાં કોસ્મેટિક ફેરફાર કરવામાં આવે છે.

Hyundai Santro ની એનિવર્સરી એડિશનમાં કારની રુફ રેલ્સ, આઉટ સાઇડ રીઅર વ્યૂ મિરર્સ (ઓઆરવીએમ) અને ડોર હેન્ડલ્સ પર ગ્લોસ બ્લેક ફિનિશ આપવામાં આવી છે. કારનાં વ્હીલ કવર્સ ડાર્ક ગ્રે કલરમાં છે. આ સિવાય સેન્ટ્રોનાં સ્પેશિયલ એડિશન મોડલમાં દરવાજા પર ક્લેડિંગ, બૂટનાં પાયા પર ક્રોમ પટ્ટી અને એનિવર્સરી એડિશનનું બેજિંગ આપવામાં આવ્યું છે.

એનિવર્સરી એડિશન સેન્ટ્રો પોલાર વ્હાઇટ અને એક્વા ટીલ કલરમાં ઉપલબ્ધ છે. સેન્ટ્રોનાં સ્પેશિયલ એડિશન મોડલનાં આંતરિક ભાગમાં પણ કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે. કારની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમની ચારે બાજુ, એસી વેન્ટ્સ પર અને ગિયર-સ્ટીકની ચારે બાજુ એક્વા ટીલ કલર ફિનિશ આપવામાં આવી છે. આ સિવાય ફેબ્રિક સીટ ડિઝાઇન પણ અપડેટ કરવામાં આવી છે.

એનિવર્સરી એડિશન સેન્ટ્રોમાં યાંત્રિક રીતે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં 1.1 લિટર, 4 સિલિન્ડરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 69hp પાવર અને 99Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ અથવા 5-સ્પીડ એએમટી ગિયરબોક્સ વિકલ્પો ઉપલબ્ધ છે. અહી જો કિંમતની વાત કરીએ તો, સેન્ટ્રો એનિવર્સરી એડિશનનાં મેન્યુઅલ ગિયરબોક્સ મોડલની કિંમત 5.17 લાખ રૂપિયા છે અને એએમટી મોડલની કિંમત 5.75 લાખ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.