Not Set/ હરિયાણા ચૂંટણી/ કરનાલની બેઠક પર મનોહર લાલ ખટ્ટરનો વિજય નિશ્ચિત

હરિયાણાની કરનાલ વિધાનસભા બેઠક એક વી.આઈ.પી. બેઠક છે અને આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનોહર લાલ ખટ્ટરનો મુકાબલો જનનાયક પાર્ટીના તેજબહાદુર યાદવ સાથે છે.બીએસેફના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવને ટિકિટ આપી જેજેપીએ મુકાબલો રોચક બનાવ્યો છે. જો કે મનોહર લાલ ખટ્ટરની જીત નિશ્ચિત મનાય છે. આ બેઠક પર કોંગ્રેસ પક્ષ પણ લડી રહયો […]

Top Stories India
હરિયાણાની કરનાલ વિધાનસભા બેઠક એક વી.આઈ.પી. બેઠક છે અને આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનોહર લાલ ખટ્ટરનો મુકાબલો જનનાયક પાર્ટીના તેજબહાદુર યાદવ સાથે છે.બીએસેફના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવને ટિકિટ આપી જેજેપીએ મુકાબલો રોચક બનાવ્યો છે. જો કે મનોહર લાલ ખટ્ટરની જીત નિશ્ચિત મનાય છે. આ બેઠક પર કોંગ્રેસ પક્ષ પણ લડી રહયો છે.
કરનાલ બેઠક પર પ્રારંભિક વલન જોતા મનોહર લાલ ખટ્ટર આગળ ચાલી રહ્યા છે. મનોહર લાલ 14,030 વોટ, કોંગ્રેસ ત્રિલોચન સિંહ 6983 વોટ, મનોહર લાલ 7047 વોટથી આગળ છે
2014માં આ બેઠક પર મનોહર લાલ ખટ્ટરને  ભારે મત મળ્યા હતા. મનોહર લાલ ખટ્ટરનો કુલ 82485 વોટ મળ્યા હતા. જ્યારે તેમના નિકટતમ હરીફ અપક્ષના ઉમેદવાર જયપ્રકાશ ગુપ્તાને માત્ર 18712 વોટ મળ્યા હતા.
આમ મનોહર લાલ ખટ્ટરે 63773 વોટથી જીત મેળવી હતી. 2014માં કરનાલ બેઠક પર ત્રીજા નંબર પર ભારતીય નેશનલ લોક દળના ઉમેદવાર  મનોજ વાઘવા રહ્યા   જેમણે 17651 વોટ મળ્યા હતા, કોંગ્રેસ ઉમેદવાર સુરેન્દ્ર નરવાલને 12779 વોટ મળ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.