NASA Moon Mission 2026: અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) આજે તેના સૌથી મહત્વકાંક્ષી મિશન ‘આર્ટિમિસ-2’ (Artemis-II) ને લોન્ચ કરવા માટે તૈયાર છે. વર્ષ 1972 માં એપોલો-17 મિશન બાદ આ પ્રથમ વખત છે જ્યારે કોઈ માનવી ચંદ્રની આટલી નજીક પહોંચશે. આ મિશન આજે એટલે કે 1 એપ્રિલ 2026, બુધવારે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય અનુસાર મોડી રાત્રે 3:54 વાગ્યે (2 એપ્રિલની વહેલી સવારે) લોન્ચ કરવામાં આવશે.
10 દિવસનું ‘ફ્લાયબાય’ Mission
આર્ટિમિસ-2 એ 10 દિવસનું મિશન છે. આ મિશનમાં અવકાશયાત્રીઓ ચંદ્રની સપાટી પર ઉતરશે નહીં, પરંતુ ચંદ્રની આસપાસ ભ્રમણ કરીને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરશે. આ માટે વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ ‘સ્પેસ લોન્ચ સિસ્ટમ’ (SLS) નો ઉપયોગ કરવામાં આવશે, જે ઓરિયન સ્પેસક્રાફ્ટને અંતરિક્ષમાં લઈ જશે.
Action. Wonder. Adventure. Artemis II has got it all. Don’t miss the moment. Our crewed Moon mission will launch as early as April 1.
Learn how to watch: https://t.co/fAg0bGAqEc pic.twitter.com/2uhg8EhwTv
— NASA (@NASA) March 30, 2026
Mission ના 4 હીરો: પ્રથમ મહિલા અને અશ્વેત અવકાશયાત્રી
આ મિશનમાં પહેલીવાર વિવિધતા જોવા મળશે, જેમાં ચાર સભ્યોની ટીમમાં એક મહિલા અને એક આફ્રિકન-અમેરિકન અવકાશયાત્રીનો સમાવેશ થાય છે:
રીડ વાઈઝમેન (કમાન્ડર): 50 વર્ષીય પૂર્વ નેવી પાયલોટ જે મિશનનું (Mission)નેતૃત્વ કરશે.
વિક્ટર ગ્લોવર (પાયલોટ): ચંદ્ર સુધી પહોંચનાર પ્રથમ આફ્રિકન-અમેરિકન (અશ્વેત) અવકાશયાત્રી બનશે.
ક્રિસ્ટિના કોચ (મિશન એક્સપર્ટ): ચંદ્રની નજીક જનાર વિશ્વની પ્રથમ મહિલા અવકાશયાત્રી તરીકે ઈતિહાસ રચશે.
જેરેમી હેનસેન (મિશન એક્સપર્ટ): કેનેડાના નિવાસી જેઓ પ્રથમવાર અંતરિક્ષની મુસાફરી કરશે.
Tomorrow, we launch.
At sunset tonight, Artemis II waits on the pad, ready to carry astronauts potentially farther than any humans have traveled in more than half a century.
The next era of exploration begins. pic.twitter.com/vdABkjRrnf
— NASA Administrator Jared Isaacman (@NASAAdmin) April 1, 2026
23 લાખ કિમીની મુસાફરી અને પડકારો
અવકાશયાત્રીઓ પૃથ્વીથી રેકોર્ડબ્રેક 2,30,000 માઈલનું અંતર કાપશે. મિશનના છેલ્લા બે દિવસ સૌથી વધુ પડકારજનક હશે. જ્યારે ઓરિયન સ્પેસક્રાફ્ટ 40,233 કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે, ત્યારે તે પ્રચંડ તાપમાનનો સામનો કરીને પ્રશાંત મહાસાગરમાં ‘સ્પ્લેશડાઉન’ (લેન્ડિંગ) કરશે.
The weather’s looking good for tomorrow’s Artemis II launch, and our teams are getting the rocket ready for liftoff!
Read the latest updates on our mission around the Moon: https://t.co/doIjUqa1cx pic.twitter.com/TtoI6FIkvl
— NASA (@NASA) March 31, 2026
ભવિષ્યના મંગળ મિશનનો પાયો
આ મિશનનો (Mission) મુખ્ય હેતુ ઓરિયન સ્પેસક્રાફ્ટની લાઇફ સપોર્ટ અને નેવિગેશન સિસ્ટમની ચકાસણી કરવાનો છે. જો આ મિશન સફળ રહેશે, તો 2027 માં ‘આર્ટિમિસ-3’ દ્વારા માનવીને ફરીથી ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવશે અને ભવિષ્યમાં મંગળ (Mars) મિશન માટેનો માર્ગ મોકળો થશે.
આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સ નવ મહિના પછી આજે પૃથ્વી પર પરત ફરશે, NASAની તૈયારીઓ પૂર્ણ
આ પણ વાંચો: NASAની ચેતવણી ‘પૃથ્વી પર થશે જોરદાર વિસ્ફોટ, સમુદ્રમાં સર્જાઈ શકે છે ભયંકર તોફાન’
આ પણ વાંચો:Nasaની અદ્ભૂત યોજના, ચંદ્ર પર ઘરો ઇંટો અને પથ્થરોથી નહીં પણ મશરૂમ્સથી બનાવવામાં આવશે
