રશિયાની બ્યુટી ક્વીન મલેશિયાની પ્રથમ મહિલા બની ગઈ છે.

વર્ષ ૨૦૧૫માં મિસ મોસ્કો રહી ચુકેલી ૨૫ વર્ષીય ઓક્સાના વોવોદીનાએ મલેશિયાના કિંગ મુહમ્મદ પંચમ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ચુક્યા છે.

મલેશિયાના કિંગ મુહમ્મદ હાલ ૪૯ વર્ષના છે. એટલું જ નહી પણ મલેશિયાના પ્રથમ મહિલા ઓક્સાનાએ ખ્રીસ્તી ધર્મ છોડીને ઇસ્લામ ધર્મ અપનાવી દીધો છે.

ઓક્સાનાનું નામ હવે રિહાના થઇ ગયું છે.
મુહમ્મદ અને ઓક્સાનાના લગ્ન મોસ્કોના એક શાહી વિસ્તારમાં થયા હતા.ઓક્સાનાના પિતા ડોક્ટર છે. ઓક્સાના ચીન અને થાઈલેન્ડમાં પણ મોડલિંગ કરી ચુકી છે.

વર્ષ ૨૦૧૬માં મુહમ્મદે ગાદી સંભાળી હતી. જો કે મલેશિયાના કિંગ અને રશિયાની બ્યુટી ક્વીનની મુલાકાત કેવી રીતે થઇ તેનો કોઈ ખુલાસો નથી થયો.
ઓક્સાનાએ પ્લેખાનોવ રશિયન યુનીવર્સીટીમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ કર્યું છે.
