મુંબઇ,
આમિર ખાને રાકેશ શર્માની બાયોપિક ફિલ્મ ‘સારે જહાં સે અચ્છા’માં કામ કરવાનો ઇનકાર કર્યો, પરંતુ તેઓએ ફિલ્મ સુપરસ્ટાર શાહરૂખ ખાનને હેન્ડઓવર કરી દીધા. શાહરૂખને સ્ક્રિપ્ટ ગમી અને તેમણે આ પ્રોજેક્ટ પર સાઈન કરી દીધી. શાહરૂખ ખાનને આ ફિલ્મ માટે રાકેશ શર્મા જેવો લૂક બનાવો પડશે.અને તેઓએ પોતાને મેન્ટલી અને ફિઝીકલી તૈયાર કરવું પડશે.
એક રિપોર્ટ મુજબ શાહરુખ આ માટે અમેરિકા જઈને ટ્રેનિંગ લેશે. એવું કહેવામાં આવે છે કે તેઓ સમાન વિચિત્ર પરિસ્થિતિઓમાં રાખવામાં આવશે, જ્યાં અવકાશયાત્રીઓ રહે છે. શાહરૂખ આમ કરશે કે જેથી તે પોતાના પાત્રને ખૂબ નજીકથી જીવી શકે અને તે જાની શકે કે અવકાશયાત્રી ખરેખર વાસ્તવિક જીવન કઈ રીતે જીવે અને સહન કરે છે.

શાહરૂખ ખાનની આ ફિલ્મનું શુટિંગ આ વર્ષે સપ્ટેબરમાં શરુ થવાનું હતું પરંતુ આનંદ એલ.રોયની ફિલ્મ ‘ઝીરો’ના કારણે શુટિંગ આગળ લઇ જવામાં આવ્યું જણાવી દઈએ કે ફિલ્મ પહેલા ‘સૈલ્યુટ’નામથી બની રહી હતી. પરંતુ પછીથી તેનું ટાઈટલ બદલવામાં આવ્યું. શારુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ આં વર્ષે ડીસેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને સોશિઅલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં કિંગ ખાન અને અબરામ ખાન ‘ઝીરો’ના પોસ્ટરને રીક્રીએટ કરી રહ્યા છે. બેંચ પર બેઠલ શાહરૂખને અબરામ માથા પર કિસ કરતા જોવા મળી રહ્યા છે. તસ્વીરમાં પિતા-પુત્રની બોન્ડિંગ સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે. ગૌરી ખાને ફોટો પોસ્ટ કરતા કેપ્શન આપ્યું છે કે-‘શું અમે તેઓએ દુનિયાનું સૌથી સ્વીટ કપલ ઘોષિત કરી શકીએ છીએ’

