Political/ કર્ણાટક વિધાનસભામાં વીર સાવરકરની તસવીર લગાવતા કોંગ્રેસ કર્યો ભારે હોબાળો

વિપક્ષના નેતા સિદ્ધારમૈયા અને કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ વિધાનસભા હોલમાં વીર સાવરકરનો ફોટો લગાવવા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Top Stories India
15 4 કર્ણાટક વિધાનસભામાં વીર સાવરકરની તસવીર લગાવતા કોંગ્રેસ કર્યો ભારે હોબાળો

કર્ણાટક વિધાનસભામાં વીર સાવરકરનો ફોટો લગાવવાને લઈને વિવાદ વધી ગયો છે. વિપક્ષના નેતા સિદ્ધારમૈયા અને કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ વિધાનસભા હોલમાં વીર સાવરકરનો ફોટો લગાવવા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિપક્ષના નેતા સિદ્ધારમૈયા સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ વીર સાવરકરની તસવીર  વાલ્મિકી, બસવન્ના, કનક દાસ, બીઆર આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ સાથે લગાવતા ભારે વિવાદ થયો હતો.   કોંગ્રેસના ધારાસભ્યોએ સ્પીકરને પત્ર લખીને વીર સાવરકરના ફોટાનો વિરોધ કર્યો છે.કર્ણાટક કોંગ્રેસના વડા અને ધારાસભ્ય ડીકે શિવકુમારે વિધાનસભામાં વીર સાવરકરનો ફોટો લગાવવા પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે અમારી વિધાનસભાની કાર્યવાહી ન ચાલે. તેઓ તેમાં વિક્ષેપ પાડવા માગે છે, તેથી તેમણે આ ફોટો વિધાનસભામાં મૂક્યો છે. તેમણે કહ્યું કે સરકાર પાસે વિકાસનો કોઈ એજન્ડા નથી અને તેઓ જાણે છે કે અમે તેમની સામે ભ્રષ્ટાચારના ઘણા મુદ્દા ઉઠાવવાના છીએ.

વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ કર્ણાટક વિધાનસભામાં સાવરકરનો ફોટો લગાવવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આ કોઈ વિરોધ નથી, અમારી માંગ છે કે કર્ણાટક વિધાનસભા હોલમાં તમામ રાષ્ટ્રીય નેતાઓ અને સમાજ સુધારકોના ચિત્રો લગાવવામાં આવે. વિધાનસભા અધ્યક્ષે વિધાનસભામાં વીર સાવરકરનો ફોટો લગાવવા અંગે એકતરફી નિર્ણય લીધો છે.. સરકાર કાયદો અને વ્યવસ્થા જેવા વાસ્તવિક મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માંગે છે

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કર્ણાટક વિધાનસભામાં સાવરકરનો ફોટો લગાવવાને લઈને થયેલા વિવાદને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વીર સાવરકરનો ફોટો મુકવાથી તેમને દુઃખ થયું છે. સિદ્ધારમૈયાને પૂછો કે શું દાઉદ ઈબ્રાહિમનો ફોટો લગાવવો પડશે? તેમની સમસ્યા તુષ્ટિકરણની રાજનીતિ છે, જેના કારણે દેશ આજે આ સ્થિતિમાં પહોંચ્યો છે. સાવરકર સ્વાતંત્ર્ય સેનાની છે.