Delhi/ 25 ફેબ્રુઆરીથી ભીમરાવ આંબેડકરના જીવન પર નાટક રજૂ કરાશે, કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, બાબા ભીમ રામ આંબેડકર સાહેબના જીવન પર નાટકો યોજવામાં આવશે. જેમાં 25 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી દરરોજ બે શો થશે

Top Stories India
Kejriwal

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, બાબા ભીમ રામ આંબેડકર સાહેબના જીવન પર નાટકો યોજવામાં આવશે. જેમાં 25 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી દરરોજ બે શો થશે, આ શોની ટિકિટ સંપૂર્ણ ફ્રી રહેશે. વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે રોહિત રોય બાબાસાહેબની ભૂમિકા ભજવશે. તેના કાર્યક્રમ માટે 100 ફૂટ મોટું અને 40 ફૂટનું ફરતું સ્ટેજ લગાવવામાં આવશે. આ વિશ્વનો સૌથી મોટો સ્ટેજ શો અને એક મેગા ઈવેન્ટ હશે. હું સામાન્ય લોકોને અપીલ કરીશ કે આ શો જોવા આવે અને બાબાસાહેબ આંબેડકરના જીવનમાંથી બોધપાઠ લે.

આ પણ વાંચો:ગૃહમંત્રી અમિત શાહની ચેતવણી, એર-સર્જિકલ સ્ટ્રાઈક થઈ છે, હજી પણ થતી રહેશે

ઉલ્લેખનિય છે કે, ડિસેમ્બર મહિનામાં દિલ્હી સરકારે નિર્ણય લીધો હતો કે, અમે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જીવન પર એક મોટો કાર્યક્રમ યોજીશુ. આ નાટક 5 જાન્યુઆરીએ શરૂ થવાનું હતું, પરંતુ ઓમિક્રોનને કારણે તેને મુલતવી રાખવું પડ્યું. આ કાર્યક્રમ હવે 25 ફેબ્રુઆરીથી ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે , અગાઉ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ ડિસેમ્બરમાં દાવો કર્યો હતો કે, દેશની અગ્રણી વ્યક્તિના જીવન પરનો આ કાર્યક્રમ સૌથી મોટો શો હશે. પરંતુ જ્યારે કોવિડની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવા અંગે પૂછવામાં આવ્યુ, ત્યારે નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, હાલના ધારાધોરણો અનુસાર થિયેટર અને સિનેમા હોલ ચલાવવામાં આવી રહ્યા છે અને અમે પરિસ્થિતિ અનુસાર નિર્ણય લઈશુ.વધુમાં તેમણે કહ્યું હતુ કે, શો ફ્રી હશે, પરંતુ ઓનલાઈન પ્રી-બુકિંગ કરાવવાનું રહેશે. નાટકના અભિનેતા રોહિત રોયે કહ્યુ હતુ કે, મેં બાબાસાહેબ આંબેડકર જેવા મહાન વ્યક્તિત્વની ભૂમિકા ભજવવાનો પૂરો પ્રયાસ કર્યો છે મને આશા છે કે, લોકો આવશે અને શો જોશે.

આ પણ વાંચો:ઉન્નાવ હત્યા કેસ બાદ રાજકારણ ગરમાયું, પ્રિયંકા ગાંધીએ ભાજપ પાસે માગ્યો જવાબ

આ પણ વાંચો:રેલવે મુસાફરો માટે સારા સમાચાર, 14 ફેબ્રુઆરીથી તમામ ટ્રેનોમાં ભોજન સેવા શરૂ થશે.