ગોળીબાર/ અનંતનાગમાં આંતકવાદીઓએ ગોળીબાર કર્યો એક જવાન ઘાયલ,સર્ચ આેપરેશન શરૂ

સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ આપરેશન હાથ ધરવામાં આવ્યો છે

India
army અનંતનાગમાં આંતકવાદીઓએ ગોળીબાર કર્યો એક જવાન ઘાયલ,સર્ચ આેપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં લાજિબલ નજીક આતંકીઓએ રાત્રે 8:50 વાગ્યે પોલીસ ટીમમાં ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન એક સૈનિક ઘાયલ થયો હતો. સુરક્ષા જવાનો દ્વારા આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છેે અને આતંકવાદીઓની શોધમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પહેલા 30 જૂને જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ચિમ્મર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.ઉલ્લેખનીય છે કે  સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી, ત્યારબાદ એક કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી હતી, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું.

આ પહેલા 27 જૂને જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના હરિપરીગામ વિસ્તારમાં આતંકવાદીઓએ પૂર્વ એસપીઓ ફૈઝ અહેમદ, તેની પત્ની અને પુત્રીની ગોળી મારી હતી. એસપીઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તે જ સમયે, આ હુમલામાં તેમની પુત્રી અને પત્નીને પણ ગોળી વાગી હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પત્નીનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું અને સોમવારે સવારે પુત્રીનું મોત નીપજ્યું હતું.