કોરોના મહામારી/ બોરસદમાં કોરોના કાબુ બહાર , નવા કેસોમાં અત્યંત ઉછાળો આવ્યો

આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં કોરોનાએ આતંક મચાવતા લોકોની હેરાનગતિ ખુબજ વધી ગઈ છે. છેલ્લા 10 દિવસની અંદર જ બોરસદનું આખું ચિત્ર કોરોનાએ બદલી નાખ્યું છે. બોરસદ શહેર તેમજ સમગ્ર તાલુકામાં 10 દિવસની અંદર જ 8 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. એટલુંજ નહિ, સમગ્ર તાલુકામાં 77 જેટલા કેસો સામે આવ્યા હોવાના અહેવાલો […]

Gujarat
antigen corona testing kit 14 બોરસદમાં કોરોના કાબુ બહાર , નવા કેસોમાં અત્યંત ઉછાળો આવ્યો

આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં કોરોનાએ આતંક મચાવતા લોકોની હેરાનગતિ ખુબજ વધી ગઈ છે. છેલ્લા 10 દિવસની અંદર જ બોરસદનું આખું ચિત્ર કોરોનાએ બદલી નાખ્યું છે. બોરસદ શહેર તેમજ સમગ્ર તાલુકામાં 10 દિવસની અંદર જ 8 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. એટલુંજ નહિ, સમગ્ર તાલુકામાં 77 જેટલા કેસો સામે આવ્યા હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થઇ રહ્યા છે.

લોકોની પાસેથી મળી રહેલી ફરિયાદો અનુસાર, બોરસદ નગર પાલિકા તેમજ બોરસદ રૂરલ અને સીટી પોલીસ ને કોરોનાની ઉપર નિયંત્રણ પ્રાપ્ત થયું નથી.લોકોને કહેવું છે કે બોરસદમાં રાતે નાઈટ કર્ફ્યુ ચાલુ છે ત્યારે કેટલાક ઈસમો પોતાની પાન ગલ્લાંની દુકાનોને બંધ બારણે ચાલુ રાખે છે અને તેના કારણે લોકો રાત્રિના સમયે કર્ફ્યુ ભંગ કરીને વગર માસ્ક એ પાનના ગલ્લા ઉપર લટાર મારવા નીકળે છે. જો દિવસની વાત કરવામાં આવે તો દિવસે પણ ખાણી પીણીની જગ્યાએ લોકોના ટોળે ટોળા જોવા મળે છે. એટલુંજ નહિ બોરસદમાં અનેક જગ્યાએ યોજાઈ રહેલા લગ્ન્નની અંદર પણ  નિયમો કરતા 10 ગણી પબ્લિકને એકત્ર કરવામાં આવે છે.

આવી ભીડમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરતા નથી જેના કારણે બોરસદમાં કોરોના બેકાબુ બનતો જઈ રહ્યો છે. પોલીસની કાર્યવાહી કેટલી હદ્દે સફળ નીવડી છે તે શહેરમાં વધી રહેલા કોરોના કેસો ઉપરથી સ્પષ્ટ દેખાય રહ્યું છે.કેટલાક સમજદાર લોકો પોતાના પોતાના જીવને બચાવવા માટે ઘરની અંદર જ પુરાઈ રહેવાની કોશિશ કરી રહ્યા છે તો કેટલાક લોકો હીરો બનવાની ફિરાકમાં વગર માસ્ક પહેરીને બિન્દાસ્ત જાહેર માર્ગો ઉપર ફરી રહ્યા છે. જે કોરોના બૉમ્બ જેવા સાબિત થઇ રહ્યા છે. આવા લોકોને કારણે નિર્દોષ લોકોના સ્વાસ્થ્યને હાનિ પહોંચી રહ્યું છે.

બોરસદમાં વકરેલા કોરોનાને રોકવા માટે પોલીસની જે કાર્યવાહી ઓન પેપર ઉપર દેખાવવી જોઈએ તે દેખાઈ રહી નથી. જે કખુબજ શર્મનાક સાબિત થઇ રહ્યું છે.