Recipe/ મમરામાંથી આ રીતે બનાવો સ્વાદિષ્ટ કુરમુરે પૌહા, નોંધી લો તે માટેની રીત

મમરાને એક ચાળણીમાં પાંચ-દસ મિનિટ સુધી પલાળી રાખો.

Food Lifestyle
chatpati po મમરામાંથી આ રીતે બનાવો સ્વાદિષ્ટ કુરમુરે પૌહા, નોંધી લો તે માટેની રીત

કુરમુરે પૌહા બનાવવા માટેની સામગ્રી:

400 ગ્રામ-  પાતળા અને લાંબા મમરા
4-5 નંગ-  ઝીણાં સમારેલાં લીલાં મરચાં
2 નંગ – ઝીણી સમારેલી કાકડી
3 નંગ-  ઝીણાં સમારેલાં ટામેટાં
2 નંગ- ઝીણી સમારેલી ડુંગળી
1/2 કપ-  સીંગદાણા
1/2 કપ-  ઝીણી સેવ
1/2 કપ-  પાલકની સેવ
1 કપ-  સમારેલી કોથમીર
2 ચમચી –  લીંબુનો રસ
1 ચમચી- ચાટ મસાલો
મીઠું- સ્વાદ અનુસાર

કુરમુરે પૌહા બનાવવા માટેની રીત:

મમરાને એક ચાળણીમાં પાંચ-દસ મિનિટ સુધી પલાળી રાખો.
– ત્યાર બાદ ગેસ ઉપર એક કઢાઇમાં થોડું તેલ ગરમ કરી તેમાં જીરાનો વધાર કરવો.
– તેમાં મીઠો લીમડો નાખીને હળદર, સીંગદાણા, લીલાં મરચાં, ઝીણી સમારેલી કાકડી તેમજ ઝીણી સમારેલી ડુંગળી નાખીને મિક્સ કરો.
– થોડી વાર સાંતળીને તેમાં ઝીણાં સમારેલાં ટામેટાં અને મીઠું ઉમેરવા.
– ત્યાર બાદ પલાળેલા મમરા અને ચાટ મસાલો ઉમેરીને હળવા હાથે હલાવો જેથી મમરા ભાંગી ન જાય.
– તે પછી આંચ પરથી નીચે ઉતારી લો.
– આ ચટાકેદાર કુરમુરે પૌહાને તે ગરમ હોય ત્યારે જ એક બાઉલમાં કાઢી તેના પર પાલક સેવ, ઝીણી સેવ અને કોથમીર ભભરાવીને આ નાસ્તાનો સ્વાદ માણી શકો છો.

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  ડાયાબિટીસથી દૂર રાખે છે ફિલટર કૉફી, આ રીતે કરો તેનો ઉપયોગ

આ પણ વાંચો-  Paytm દ્વારા માત્ર 9 રૂપિયામાં મળશે LPG ગેસ સિલિન્ડર, ઑફર ફક્ત 30 એપ્રિલ સુધી

આ પણ વાંચો-  ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો કેવી રીતે બદલાવવી? ન બદલી આપનાર પર થશે દંડ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે