Gujarat/ CM રૂપાણી : કોરોના સામે લડાઇ સારી રીતે લડયા, હવે રસી માટેની પ્રતિક્ષા પુરી થઇ

CM રૂપાણી : કોરોના સામે લડાઇ સારી રીતે લડયા, હવે રસી માટેની પ્રતિક્ષા પુરી થઇ

Top Stories Gujarat
indonesia 6 CM રૂપાણી : કોરોના સામે લડાઇ સારી રીતે લડયા, હવે રસી માટેની પ્રતિક્ષા પુરી થઇ

CM રૂપાણી આજે સુરત જીલ્લાના પ્રવાસે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માંડવી ખાતે જીલ્લાના ઉદ્વહન સિંચાઇ યોજનાનું ઉદ્ઘાટન પસંગે હાજરી આપી છે. અને કરોડોની સિંચાઇ યોજનાનું  લોકર્પણ  કર્યું છે. આ સિંચાઈ યોજનાથી આદિવાસી ખેડૂતોને મોટો ફાયદો થશે.

સઠવાવ ગામે સિંચાઈ યોજનાનું લોકાર્પણ કર્યું છે. આ યોજના થકી 89 ગામોને સિંચાઈ માટે પાણી મળી રહેશે. 570 કરોડ રૂપિયાની સિંચાઈ યોજનાને ખુલ્લી મુકી છે.

આ પ્રસંગે સંબોધન કરતા તેમને જણાવ્યું હતું કે, કોરોના રસી માટેની પ્રતિક્ષા હવે પૂરી થઇ છે. 2021ની નવી આશા આપણે જોઇ રહ્યાં છીએ. મેઇડ ઇન ઇન્ડિયા રસી આવી ગઇ છે.  4 લાખથી વધુ હેલ્થવર્કરને રસી આપવામાં આવશે. રસીકરણ મુદ્દે રાજ્યની તમામ તૈયારીઓ પૂર્ણ થી ચુકી છે. પ્રાયોરિટી પ્રમાણે બધાને અવશ્ય રસી મળશે. કેન્દ્ર સરકાર તરફથી તમામ સાધનો ગુજરાતને  મળ્યાં છે. “ગુજરાત જીતશે,કોરોના હારશે”

વધુમાં તેમને જણાવ્યું હતું કે, વેક્સિન સેન્ટરમાં ત્રણ રૂમની વ્યવસ્થા થશે. 4 લાખથી વધુ હેલ્થવર્કરને  રસી આપવામાં આવી છે. 11 લાખથી વધુ ફ્રન્ટલાઇન વોરિઅર્સને રસી આપવામાં આવશે. આપણે મેડ-ઇન ઇન્ડિયા રસી બનાવી. છે. પ્રાયોરિટી પ્રમાણે વેક્સિન બધાને અવશ્ય મળશે.

CM રૂપાણીનો સુરત જિલ્લા કાર્યક્રમ દરમિયાન ગણપત વસાવા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. તો સાથેમોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો