Kalol/ શાં કારણે ક્લોલ બ્લાસ્ટ મામલે ગાર્ડન સીટી સોસાયટીના રહીશો ઉતરી રહ્યા છે ઉપવાસ પર?

ગઇકાલે વહેલી સવારે કલોલના પંચવટી વિસ્તારમાં એક સોસાયટીમાં ગેસલાઈમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા 2 મકાન ધરાશાયી થયા હતા. ધરાશાયી બે મકાનમાં બે લોકો દટાયા હતા તેમાથી પહેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું

Gujarat Others
a 339 શાં કારણે ક્લોલ બ્લાસ્ટ મામલે ગાર્ડન સીટી સોસાયટીના રહીશો ઉતરી રહ્યા છે ઉપવાસ પર?

ગઇકાલે વહેલી સવારે કલોલના પંચવટી વિસ્તારમાં એક સોસાયટીમાં ગેસલાઈમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા 2 મકાન ધરાશાયી થયા હતા. ધરાશાયી બે મકાનમાં બે લોકો દટાયા હતા તેમાથી પહેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને બાદમાં બપોરનાં સમય ગાળામાં બીજી વ્યક્તિ જે અત્યંત ગંભીર રીતે ઘાયલ હતી તેમનું પણ મોત નિપજ્યું હતું. બે લોકોનાં મોતને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઘટનાનાં પડઘા છેક દિલ્હી સંભળાયા હતા અને ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં ONGCની પાઈપલાઈનમાં બ્લાસ્ટમાં 2ના મોત અને ઘાયલો સહિત મામલે રિપોર્ટ માંગ્યો હોવાની વિગતો સામે આવી છે.

આવી છે આખી ઘટના, બે લોકોના ગયા છે જીવ

આપને જણાવી દઇએ કે, પ્રાથમિક તપાસમાં સંભવીત રીતે બ્લાસ્ટનું કારણ ગેસ લીકેજ હોવાનું માનવામાં આવે છે. ગેસ ફોલ્ટ કે અન્ય કારણોસર જમીનમાં ધડાકા થયા હોવાનું લોકોનું અનુમાન છે. અને આ જ કારણે બે મકાનો ઘરાશાયી થયા હતા. જો કે, ઘટના સ્થળેથી જ ઓએનજીસીની પાઇપ લાઇન જતી હોય અને જનરલી આવા વિસ્તારમાં ચોક્કસ અંતરમાં મકાન ન બની શકે એવો નિયમ છે, પણ એ તપાસનો વિષય છે, અહીં મકાન અથવા પાઇપ લાઇન કેમ આવી ગઇ? આવી ગઇ તો આવી ગઇ પણ મકાનનું BU કોણે આપ્યું ?

પ્રાથમિક તપાસ પ્રમાણે આ કારણે થયો બ્લાસ્ટ

સ્થાનિકોના દાવા મુજબ, ધડાકાના કારણે આસપાસના વિસ્તારના મકાનના બારીના કાચ પણ તૂટ્યા હતા. અચાનક મકાન ધરાશાયી થતા બે લોકોનાં દટાવાથી મોત પણ નિપજ્યા હોય, જો કે ઘટનામાં પરિવારના 5થી 6 લોકો દટાયા હતા. જેમાં 3 લોકો ઘાયલ થયા હતા. જ્યારે અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘયલોમાંથી 2 લોકોનાં મોત નિપજ્યા હતા. સમગ્ર ઘટના મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવામાં આવી રહ્યો છે. અને બસ આજ કારણ છે કે સ્થાનિકો દ્વારા આ મામલા સામે ઉપવાસનુ શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે.

આ કારણે રહીશો ઉતરી રહ્યા છે ઉપવાસ પર

ક્લોલની ગાર્ડન સીટી સોસાયટીમાં બ્લાસ્ટના મામલે સોસાયટીના રહીશો આજથી ઉપવાસ કરશે. સ્વાભાવીક રીતે જ ONGCની ગેસ પાઇપલાઇનનાં કારણે બ્લાસ્ટ થયાનું પ્રાથમિક ઘોરણે સામે આવ્યું હોવાનાં કારણે ઓએનજીસી સામે રહીશો પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે, ઓએનજીસી મૃતકોને સહાય આપે અને સોસાયટીને થયેલું નુકસાન પણ ONGC ભરપાઈ કરે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…