Not Set/ બગોદરા હાઇવે પાસેથી લાખોનું વિદેશી દારૂ ઝડપાયો , વાંચો સમગ્ર ઘટના

રાજ્યમાં દારૂબંધીની વાતોની કેવી મજાકો ઉડી રહી છે તે સાબિત કરતી એક નહિ બે નહિ અનેક ઘટના રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી સામે આવી રહી છે. રાજ્યમાં દારૂનો જથ્થો બિન્દાસ્ત પણે લાવવામાં આવી રહ્યો છે અને બેફામ રીતે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આમ,પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો […]

Gujarat
daru બગોદરા હાઇવે પાસેથી લાખોનું વિદેશી દારૂ ઝડપાયો , વાંચો સમગ્ર ઘટના

રાજ્યમાં દારૂબંધીની વાતોની કેવી મજાકો ઉડી રહી છે તે સાબિત કરતી એક નહિ બે નહિ અનેક ઘટના રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી સામે આવી રહી છે. રાજ્યમાં દારૂનો જથ્થો બિન્દાસ્ત પણે લાવવામાં આવી રહ્યો છે અને બેફામ રીતે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આમ,પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાંથી મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે.તાજેતરની જો વાત કરીએ તો બગોદરા – વટામણ રોડ પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

વિગત વાર વાત કરીએ તો , બગોદરા વટામણ ત્રણ રસ્તા પાસે પ્રાકિંગમાં મુકેલી ટ્રકમાંથી પોલીસને રૂ.20,25,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂ અને દવાનો જથ્થો તથા ટ્રક મળીને રૂ.46,42,355નો મુદ્દામાલ કબજે કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબીને માહિતી મળી હતી કે બગોદરા વટામણ ત્રણ રસ્તા પાસે સહયોગ હોટેલની સામે પાર્કિગંમાં દારૂ ભરેલી ટ્રક રાખવામાં આવી છે. જેને આધારે પોલીસે તપાસ કરતા ટ્રકમાં દવાના બોક્સ નીચે સંતાડેલો રૂ.20,25,000ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દારૂનો જથ્થો ઉપરાંત 21,15,355 ની કિંમતનો દવાનો જથ્થો તથા ટ્રક મળીને કુલ રૂ.46,41,355નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દારૂનો આ જથ્થો કોણ લાવ્યું, ક્યાંથી લાવ્યા અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.