પ્રારંભ/ બનાસ ડેરી દ્વારા આજથી ટ્રક ઓન ટ્રેક સુવિધાનો પ્રારંભ, શંકર ચૌધરીએ આપી લીલીઝંડી

બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા દૂરના રાજ્યોમાં ઝડપી દૂધ પહોંચાડવા ટ્રક ઓન ટ્રેક સુવિધાનો પ્રારંભ કરાયો છે બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ દૂધ ભરેલા 25 ટેન્કર એટલે કે 7.50 લાખ લીટર દૂધના ટેન્કર ભરેલી ટ્રેનને લીલીઝંડી આપી પાલનપુરના કરજોડાથી ન્યુ રેવાડી રવાના કરી.. બનાસકાંઠા જિલ્લામાં આવેલી અને એશિયાની […]

Gujarat
shankar chaudhary

બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા દૂરના રાજ્યોમાં ઝડપી દૂધ પહોંચાડવા ટ્રક ઓન ટ્રેક સુવિધાનો પ્રારંભ કરાયો છે બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ દૂધ ભરેલા 25 ટેન્કર એટલે કે 7.50 લાખ લીટર દૂધના ટેન્કર ભરેલી ટ્રેનને લીલીઝંડી આપી પાલનપુરના કરજોડાથી ન્યુ રેવાડી રવાના કરી..

બનાસકાંઠા જિલ્લામાં આવેલી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા દિલ્હી ફરીદાબાદ સહિતના અનેક રાજ્યોમાં વર્ષોથી ટેન્કર દ્વારા દૂધ પહોંચાડવામાં આવી રહ્યું છે અને આ ટેન્કરો રોડ માર્ગે જે તે રાજ્યમાં દૂધ લઈને પહોંચતા જોકે પાલનપુરથી ફરીદાબાદ દૂધ લઈને જતું ટેન્કર અંદાજિત 30 કલાકે પહોંચતું..જેમાં રોડ માર્ગે ટેન્કર પહોંચાડવામાં સમય તો વેડફાતો જ પરંતુ સાથે સાથે ડીઝલનો પણ મોટા પ્રમાણમાં વેડફાટ થતો ત્યારે ડીઝલનો વેડફાટ અટકાવી પ્રદૂષણ બચાવી શકાય અને સમયનો બચાવ થાય તે હેતુસર બનાસડેરી અને રેલવે વિભાગ દ્વારા ટ્રક ઓન ટ્રેક સુવિધાનું આયોજન છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું હતું અને તે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું પણ હતું, જોકે તે આયોજનના ભાગરૂપે આજથી બનાસડેરી દ્વારા ટ્રક ઓન ટ્રેક સુવિધાનો પ્રારંભ કરાયો છે જેને લઈને બનાસડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ 30 હજાર લીટર દૂધ ભરેલા 25 દૂધના ટેન્કર મળી 7.50 લાખ લીટર દૂધના ટેન્કર ભરેલી ટ્રેનને લીલીઝંડી આપી અને રવાના કરાઈ હતી જે ટ્રેન દ્વારા આ 25 ટેન્કરોને ન્યુ રેવાડી સુધી 30 કલાકની જગ્યાએ 12-13 કલાકમાં પહોંચશે જે બાદ ટેન્કર ચાલકો આ દૂધ ભરેલા ટેન્કરોને રોડ માર્ગે ન્યુ રેવાડી થી ફરીદાબાદ પહોંચાડશે, જોકે અત્યારે તો આ ટ્રેન દ્વારા ટેન્કરોને ન્યુ રેવાડી સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે પરંતુ આગામી દિવસોમાં આ ટ્રેન દ્વારા ટેન્કરો છેક ફરીદાબાદ તેમજ અન્ય રાજ્યોમાં પહોંચશે તેવી પણ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવશે ,જોકે આ દૂધના ટેન્કર ભરેલી ટ્રેનમાં ટેન્કર ચાલકોને રહેવા તેમજ આરામ કરવાની પણ અલાયદી સુવિધા કરાઈ છે.બનાસડેરીના આ નવતર આયોજનમાં કારણે બનાસડેરી ઉપર ખર્ચનું ભારણ ઘટતાં જિલ્લાના પશુપાલકોને ફાયદો થશે.

આ પણ વાંચો:અમદાવાદમાં કારચાલકો બેફામઃ વસ્ત્રાલ રિંગરોડ પર માતા-પુત્રી કચડાયા

આ પણ વાંચો:વિદ્યુત સહાયક કૌંભાડમાં જૂનાગઢનો નારણ મારૂ ઝડપાયો,વાંચો કેવી રીતે સંબંધીઓને પરીક્ષા પાસ કરાવતો

આ પણ વાંચો:આ બ્રિજ પરથી પસાર થાવ તો ટુ વ્હીલર લઈને જ નીકળજો

આ પણ વાંચો:નવી શિક્ષણ નીતિના કારણે ધોરણ 1માં વિદ્યાર્થીઓના એડમિશનની સંખ્યા ઘટી

આ પણ વાંચો:સસરાએ દીકરીના છૂટાછેડા માટે માગ્યા 50 લાખ અને ફ્લેટ, જમાઈએ ના પાડતા સસરાએ સળગાવ્યું ઘર