Not Set/ રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23,150  કેસ નોંધાયા, જયારે 15 ના મોત થયા

દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે.

Top Stories Gujarat
Untitled 64 2 રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23,150  કેસ નોંધાયા, જયારે 15 ના મોત થયા

દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે. ત્યારે આજે એટલે કે  શુક્રવારે કોરોનાનો આંક અઢી લાખને વટાવી ગયો હતો. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવ્યો છે, જેણે સૌ કોઇને ચોકાવી દીધા છે.

આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 23,150  નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ માં 8194 નોંધાયા છે. વળી સુરતમા પણ આ કેસમા કોઇ  ઘટાડો જોવા મળ્યો નથી. સુરતમા છેલ્લા 24 કલાક 1876 માંનોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 2823   કેસ, રાજકોટમાં1707,ગાંધીનગરમાં 547 કેસ નોંધાયા  છે

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ  9,254 કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ 1,12,875 કેસની સંખ્યા છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી 15 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 10,55,201 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા  9,95,833પહોંચી ગઇ છે.

રાજ્યમાં કોરોનાથી આજે 15 દર્દીઓના મોત
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 23,150 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 8194 કેસ
વડોદરામાં 2823, સુરત શહેરમાં 1876 કેસ
રાજકોટમાં 1707, ગાંધીનગરમાં 547 કેસ
છેલ્લા 24 કલાકમાં 9,254 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,12,875
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 10,55,201
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 9,95,833