Not Set/ કચ્છ સહીત ગુજરાતના ઘણા વિસ્તારોમાં માવઠું, ખેડૂતની મુશ્કેલીમાં વધારો

આ વર્ષ ખેડૂતો માટે મુશ્કેલી લઇને આવ્યું છે. કમોસમી વરસાદ ખેડૂતનો પીછો જ નથી છોડી રહી. વેસ્ટર્ન ડિસ્ટબન્સને લઈને કચ્છ અને બનાસકાંઠા સહીતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આ માવઠા અંગેની જાણ કરવામાં આવી હતી. કચ્છ ઉત્તરાયણ પર્વના એક દિવસ પહેલા જ કચ્છમાં વરસાદી માહોલ જામ્યો […]

Gujarat Others

આ વર્ષ ખેડૂતો માટે મુશ્કેલી લઇને આવ્યું છે. કમોસમી વરસાદ ખેડૂતનો પીછો જ નથી છોડી રહી. વેસ્ટર્ન ડિસ્ટબન્સને લઈને કચ્છ અને બનાસકાંઠા સહીતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આ માવઠા અંગેની જાણ કરવામાં આવી હતી.

કચ્છ

ઉત્તરાયણ પર્વના એક દિવસ પહેલા જ કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે જ ધોધમાર વરસાદ વરસ્યો.  ભુજ, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે લાઈટો ગુલ થઈ છે. તો સાથે કમોસમી વરસાદથી ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે. સામાન્ય દિવસો કરતા વધુ ઠંડક અનુભવાઈ રહી છે. હિમવર્ષાના માહોલ જેવી ઠંડીની અસર અનુભવી રહી છે. માવઠાથી ખેડૂત વર્ગ ને પાક માં ઘણું મોટું નુકશાન જવા ની પણ આશંકા છે.

બનાસકાંઠા

બનાસકાંઠા જીલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.  વહેલી સવારથી  વરસી રહેલા કમોસમી વરસાદ ણે કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ભાભરના આસપાસના વિસ્તારોમાં માવથાની અસર જોવા મળી રહીછે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હજુ તો મંદ તીડ ના ત્રાસથી છુટકારો મળ્યો હતો. ત્યાં વળી નવી આફત આવીને ઉભી રહી છે. ભર શિયાળે જિલ્લામાં  વરસાદી માહોલ જામતા ખેડૂતમાં  કૃષિ પાકોને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

જુનાગઢ

આ તરફ જૂનાગઢ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે.  માંગરોળ સહિત દરિયાઈ વિસ્તારમાં માવઠું થયું છે.  અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો.  જેના કારણે શિયાળુ પાકને નુક્શાન થવાની ભિતી ખેડૂતોમાં જોવા મળી છે.  કમોસમી વરસાદથી ધરતીપુત્રોને ફરી રોવાનો વારો આવ્યો છે.

બોટાદ

તો આ તરફ બોટાદ જિલ્લામાં પણ વાતાવરણ બદલાયેલું જોવા મળ્યું છે. વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છવાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.  હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહી મુજબ રાજ્યના ઘણા વિસ્તારોમાં માવઠું અને વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

પાટણ

પાટણ જિલ્લામાં અચાનક વાતાવણમાં પલટો આવતા ધીમી ધારે વરસાદ પડયો હતો. વરસાદના પગલે જીરૂ,ઘઉંના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાધનપુર તાલુકાના આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.  વાતાવરણમાં પલટો થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો.

ગીર સોમનાથ

આ તરફ ગીર-સોમનાથના વેરાવળ અને આસપાસના વસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વેરાવળ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.  કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.  ઘઉં, ચણા, બાજરી, કપાસ સહિતના પાકોમાં નુક્નશાન થવાની ભિતી ખેડૂતોમાં ફેલાઈ છે.

રાજકોટ

રાજકોટ, જામનગર જિલ્લામાં પોષ મહિનામાં માવઠું થયું છે. ફરી એક વખત કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. રાજકોટના પડધરીમાં વરસાદી વાતાવરણ છવાયું છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગામોમાં વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને કારણે જીરું,ચણા, ઘઉંને નુકસાનની આશંકા છે. ડુંગળી સહિતના ઉભા પાકને નુકશાન જવાની દહેશત છે.

અરવલ્લી

અરવલ્લી જીલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ધનસુરા, બાયડ સહિતના વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે. વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ  છવાયું છે. ઝાકળ પડતા ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. ધુમ્મસના કારણે વાહન વ્યવહાર પર અસર પડી છે. લાંબા અંતર સુધી સ્પષ્ટ જોઈ શકાતું નથી.

મોરબી

મોરબીમાં પણ  સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારથી વરસાદ ધીમી ધારે અવિરત ચાલુ થી ગયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે. ઉતરાયણના એક દિવસ પૂર્વે જ વરસાદ પડતા  પતંગ રસિયાઓમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.