Not Set/ સેનેટાઇઝર અને દવાની આડમાં અધધધ 27 લાખનો 450 પેટી દારૂ ગુજરાતમાં ઘૂસાડી તો દીધો અને પછી થયું આવું…

દારુના ખેપીયાઓ દારુની હેરાફેરી માટે નીત નવા પેંતરા અજમાવતા જ રહે છે, અને બુટલેગરો દ્વારા કોઇ પણ પ્રકારે દારુ ગુજરાતમાં ઘૂસાડવો તે જ પ્રાધાન્ય હોય છે. દારુ ઘૂસાડવા માટે તે ગમે તે કક્ષાએ જઇ શકે છે અને આવો જ કિસ્સો સામે આવી રહ્યો છે અમદાવાદમાંથી.  સેનેટાઇઝર અને તેલની આડમાં લવાતો દારૂ ઝડપાયો હોવાની વિગતો સામે […]

Ahmedabad Gujarat

દારુના ખેપીયાઓ દારુની હેરાફેરી માટે નીત નવા પેંતરા અજમાવતા જ રહે છે, અને બુટલેગરો દ્વારા કોઇ પણ પ્રકારે દારુ ગુજરાતમાં ઘૂસાડવો તે જ પ્રાધાન્ય હોય છે. દારુ ઘૂસાડવા માટે તે ગમે તે કક્ષાએ જઇ શકે છે અને આવો જ કિસ્સો સામે આવી રહ્યો છે અમદાવાદમાંથી. 

સેનેટાઇઝર અને તેલની આડમાં લવાતો દારૂ ઝડપાયો હોવાની વિગતો સામે આવતા ઉપરોક્ત વાતને આપ મેળે જ પુષ્ટી મળી જાય છે. કોરોનાનાં કારમાકાળમાં સેનેટાઇઝર હાલ કહી શકાય કે આવશ્યક ચીજ વસ્તુમાં ખપે છે. સેનેટાઇઝર કે દવાનાં અને તે પણ જો કોરોનાની દવાનાં બોક્સ હોય તો તપાસનું ટેન્શન બીલકુલ રહેતુ નથી કે નહીવત થઇ જાય છે અને આ વાત બુટલેગરો પણ ભલી ભાંતી જાણતા હોય આવી રીતે દવાની આડમાં દારુ ઘૂસાડવામા આવે છે. આ જ તર્જ પર આજે અમદાવાદમાં પણ દારુની ખેંપ મારવામાં આવી.

પણ આ તો ગુજરાત પોલીસ છે, અને પોલીસ ધારે તો એક સોઇ પણ કોઇ આમથી તેમ ન કરી શકે તે સાબુત વાત છે. ગુજરાતનાં અમદાવાદની હદ એટલે કે, અસલાલી હાઇવે પર ગ્રામ્ય એલસીબીએ દારૂ પકડી પાડ્યો. ટ્રકમાં લવાતો 27 લાખની કિંમતની 450 પેટી દારૂ ઝડપાઇ ગયો હોવાની ખબરથી ગુજરાતભરનાં બુટલેગરો નીમાણા થઇ ગયા હશે. પોલીસ દ્વારા દવાની આડમાં દારુ લાવતા પંજાબનાં ત્રણ શખ્સોની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તમામની વધુ તપાસ હાથ ધરાઇ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews