Kutch News/ કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાનનું નાપાક કૃત્ય,ભારતીય સેનાએ સરહદી વિસ્તારોના ગામડાઓ પર પાકિસ્તાની ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યો

કચ્છ જિલ્લાના ભુજ, કુંવરબેટ અને લક્કીનાલામાં ડ્રોન જોવા મળ્યા હતા. આમાંથી એક ડ્રોનને આકાશમાં જ તોડી પાડવામાં આવ્યું હતું.

Top Stories Gujarat

Kutch News: શુક્રવારે મોડી રાત્રે ગુજરાત(Gujarat)ના બે જિલ્લામાં પાકિસ્તાની ડ્રોન(Pakistani drone)જોવા મળ્યા હતા. બનાસકાંઠામાં 15 પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા જે રિકોનિસન્સ કરી રહ્યા હતા. જ્યારે કચ્છ જિલ્લાના ભુજ, કુંવરબેટ અને લક્કીનાલામાં ડ્રોન જોવા મળ્યા હતા. આમાંથી એક ડ્રોનને આકાશમાં જ તોડી પાડવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના કચ્છ જિલ્લાના બનાસકાંઠા અને પાટણના સરહદી ગામોમાં બ્લેકઆઉટ લાદી દેવામાં આવ્યું હતું.રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં કાર્યરત કુલ 154 સરકારી ડૉક્ટરોને તાત્કાલિક અસરથી કચ્છ-ભુજ, પાટણ, બનાસકાંઠા, જામનગર, પોરબંદર અને દ્વારકામાં ફરજ પર મોકલવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાનની નાપાક હરકતનો પર્દાફાસ કર્યો હતો.કચ્છના સરહદી ગામડાઓ પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા.ત્યારે અબડાસાના નાની ધુફી ગામમાં પાકિસ્તાની ડ્રોન દેખાયું હતું. જેને ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં જ તોડી પડાયું હતું. જેનો લાઈવ વીડિયો સામે આવ્યો હતો. ત્યારે આપણી ભારતીય સેના ડ્રોન હુમલાનો સજ્જડ જવાબ આપી રહી છે… તેમજ ડ્રોનનો કાટમાળ શોધવા સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, સુરક્ષા હેતુઓ સિવાય 96 કલાક માટે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

આ પણ વાંચો:ગુજરાતમાં 15 મે સુધી આતશબાજી કે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

આ પણ વાંચો:અમરેલીના દરિયા કાંઠે માછીમારોને એલર્ટ રહેવાનું સૂચન, સુરક્ષા સમીક્ષા બેઠક યોજાઈ