Ahmedabad News/ વિરમગામમાં રેલવે તંત્રની બેદરકારી! ખુલ્લા ફાટક પરથી પસાર થઈ ટ્રેન, વીડિયો વાયરલ

Viramgam Railway Crossing: અમદાવાદના વિરમગામમાં રેલવે ફાટક બંધ ન થતાં ખુલ્લા ફાટક પરથી ટ્રેન પસાર થઈ. ઘટનાનો વીડિયો વાયરલ થતાં રેલવે તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા.

Top Stories Ahmedabad Gujarat
Viramgam Railway Crossing: વિરમગામમાં ખુલ્લા ફાટક પરથી પસાર થઈ 1 ટ્રેન, વીડિયો વાયરલ | SHOCKING NEGLIGENCE

Ahmedabad News: અમદાવાદના વિરમગામમાં રેલવે તંત્રની ગંભીર બેદરકારી (Viramgam Railway Crossing)નો કિસ્સો સામે આવ્યો છે. ટ્રેન પસાર થતી વખતે રેલવે ફાટક બંધ ન થતાં ખુલ્લા ફાટક પરથી જ ટ્રેન પસાર થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Train Viral Video) થતાં રેલવે તંત્રની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.

Viramgam Railway Crossing: ટ્રેન આવી છતાં ફાટક બંધ ન થયું

મળતી માહિતી મુજબ, વિરમગામ (Viramgam News)માં રેલવે ફાટક ખુલ્લું હતું ત્યારે ટ્રેન ત્યાં આવી પહોંચી હતી. ટ્રેનને આવતી જોઈને વાહનચાલકોએ સમયસૂચકતા દાખવી પોતાનાં વાહનો રોકી દીધાં હતાં. જોકે, ફાટક બંધ ન થયું હોવા છતાં ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી.

મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ?

ખુલ્લા રેલવે ફાટક પરથી ટ્રેન પસાર થવાની ઘટનાએ રેલવેની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સદનસીબે, વાહનચાલકોએ સતર્કતા દાખવતાં કોઈ દુર્ઘટના સર્જાઈ નહોતી. જો કોઈ વાહન ટ્રેનની અડફેટે આવ્યું હોત તો (Gujarat News) ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલે જવાબદાર કર્મચારીઓ સામે શું કાર્યવાહી થશે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે રેલવે તંત્ર શું પગલાં લેશે, તેવા સવાલો ઊભા થયા છે.


આ પણ વાંચો: ભાવનગર રેલવે સ્ટેશનની બિસ્માર હાલત, કરોડો ખર્ચ છતાં વરસાદે ખુલ્લી તંત્રની બેદરકારીની પોલ….

આ પણ વાંચો: વડોદરામાં રેલવે સુવિધા વધારવાની માગ, ડભોઈમાં અંડરપાસ અને નવી ટ્રેન માટે રજૂઆત

આ પણ વાંચો: દિવાળી પહેલાં રેલવેની ભેટ! દિલ્હી-બનારસ વચ્ચે દોડશે વંદે ભારત સ્લીપર ટ્રેન, જાણો સ્ટોપેજ અને ટાઈમિંગ