જેતપુર/ ૧૦૮ ટીમના કર્મચારીઓની પ્રમાણિકતા, દર્દીના પરિવારજનોને રોકડ તેમજ મોબાઈલ કર્યા પરત

૧૦૮ ના સભ્યોએ ઘાયલના પરિવારજનોને રૂબરૂ બોલાવી ૧૫૦૦૦ રૂપિયા રોકડા, ૧ મોબાઈલ અને થોડા ડોક્યુમેન્ટ હતા જે તેના ભાઈ હરેશભાઇ ઠુમરને પરત આપ્યા  હતા.

Gujarat Rajkot

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં જુની સાંકળી ગામ નજીક ઝાયક હોટેલની સામે આશિષભાઈ ઠુમર ટુ વહીલર પર પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યો કાર ચાલક આશિષભાઇના ટુ વહીલર સાથે અકસ્માત કરી ભાગી ગયો હતો. અકસ્માત થતા આશિષભાઇ ગંભીર રીતે ઘવાયા હતા, તેમની તાત્કાલિક સારવાર માટે 108 ને ફોન કરવામાં આવ્યો હતો.

108 ની ટીમના ઈ.એમ.ટી. ઉર્વશી અંકલેશ્વરીયા અને પાયલોટ  જીતેન્દ્રભાઈ જોશી ઘટના સ્થળે પહોંચી ઘાયલ આશિષભાઇ  ને પ્રાથમિક સારવાર આપી નજીકના સ્થળે વધુ સારવાર માટે ખસેડયા હતાં. આ દરમ્યાન 108 ની ટીમ દ્વારા ઘાયલ પાસે રહેલ રૂ. ૧૫ હજારની રોકડ, મોબાઈલ સહિતનો સામાન તેમની પાસે સુરક્ષિત રાખી લીધો હતો.

અમદાવાદ / ખેડૂતોને માંડ મળતું યુરિયા ચીરીપાલ ગ્રુપને આ રીતે પધરાવતા હતા…

108 ના સભ્યોએ ઘાયલના પરિવારજનોને રૂબરૂ બોલાવી ૧૫૦૦૦ રૂપિયા રોકડા, ૧ મોબાઈલ અને થોડા ડોક્યુમેન્ટ હતા જે તેના ભાઈ હરેશભાઇ ઠુમરને પરત આપ્યા  હતા. ટીમ દ્વારા પ્રામાણિકતા દાખવવા બદલ ઈ.એમ.ટી.  વિરલ ભટ્ટ અને ટીમ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. આમ 108ની ટીમ દ્વારા લોકસેવાની સાથે પોતાની નિષ્ઠા પણ બતાવી છે.

National / કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું- અમીર પરિવારોમાં પણ બાળ શોષણ થાય છે

ગુજરાત / ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા 1500 રૂપિયાની સહાય અપાશે : સરકારની જાહેરાત

National / ખેડૂત આંદોલન હજુ પૂરું નથી થયું, હવે ખેડૂત સંગઠન આ માંગને વડાપ્રધાન મોદીની સામે રાખવા જઈ રહ્યું છે

માસ્કથી માલામાલ..! / માસ્કથી સંક્રમણ ઘટે કે ન ઘટે પણ સરકારને અબજો રૂપિયાની આવક