અસંખ્ય માછલીઓનું મોત નીપજતા સમગ્ર ગામમાં દુર્ગંધ થઈ જવા પામી
તાત્કાલીક ધોરણે સરપંચ દ્વારા તળાવમાંથી મૃત માછલીઓનો નિકાલ કરવાની તજવીજ હાથ ધરી
મોરબીના ગણેશપુર ગામમાં આવેલ તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નીપજવા પામ્યા હતા. ત્યારે અજાણી વ્યક્તિ દ્વારા પાણીમાં ઝેરી દવા ભેળવી દઈ તળાવમાં નાખતા અસંખ્ય માછલીઓના મોતને ભેટી હતી. આ અંગે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.
આ પણ વાંચો: પ.બંગાળમાં જે.પી.નડ્ડાના નિવાસસ્થાને BJPની કોર કમિટીની બેઠક, ઉમેદવારોના નામ પર લાગશે આખરી મહોર
મોરબી જીલ્લાના ગણેશપુરમાં આવેલ તળાવમાં અસંખ્ય માછલીઓ હતી. જયારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તળાવના પાણીમાં ઝેરી પદાર્થ ભેળવીને તળાવમાં નાખતા અસંખ્ય માછલીઓનું મોત નીપજવા પામ્યું છે. તળાવના પાણીમાં અસંખ્ય માછલીઓનું એક સાથે મોત નીપજતા સમગ્ર ગામમાં અસંખ્ય દુર્ગંધ મારતા ગ્રામજનોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે આ અંગે ગામના સરપંચે વધુ તપાસ હાથ ધરી છે.
