Girsomnath News/ ગોવાના બીચ જેવો જલસો પડશે ગીરમાં, 24-26 જાન્યુઆરી યોજાશે બીચ ફેસ્ટિવલ

ગીરના અહેમદપુર માંડવી બીચ પર તા. 24થી26 ત્રણ(3) દિવસ સુધી બીચ ફેસ્ટિવલ યોજાશે.

Top Stories Gujarat Others Breaking News

Gir Somnath Beach : ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા અહેમદપુર માંડવી બીચને પ્રવાસનના નવાં સ્થળ તરીકે વિકસાવવાના ભાગરૂપે તા.24થી26 3 દિવસ બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે. જેમાં લાઇવ કોન્સર્ટ, લેઝર શો, પ્રવાસીઓ માણી શકે તે માટે ફેસ્ટિવલ પૂર્વે જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સંઘ પ્રદેશ દીવના ઘોઘલાને અડીને આવેલો ગુજરાતના ગીરનો અહેમદપુર માંડવી બીચ દેશ-દુનિયાના પ્રવાસીઓમાં આકર્ષનું કેન્દ્ર બનવા જઇ રહ્યો છે. અહીં ગીર સોમનાથ કલેક્ટરે મુલાકાત કર્યા બાદ બીચને ડેવલપ કરવાનું બીડું ઝડપ્યું છે. જેથી રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા.24,25 અને 26ના બીચ ફેસ્ટીવલ યોજાશે. આ માટે જિલ્લાના તમામ વિભાગોને સાથે રાખી કલેક્ટરે દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

હાલ પ્રવાસીઓમાં અહેમદપુર માંડવી બીચ સૌથી ઓછી ઓળખ ધરાવે છે, પરંતુ અહીં પ્રવાસન ઉદ્યોગ અને દરિયાઇ પર્યટનને લઇ વિશાળ તકો ઉપલબ્ધ હોવાથી તંત્ર દ્વારા ત્રિદિવસીય ભવ્ય બીચ ફેસ્ટિવલ યોજાવાનો છે. જેમાં ખારવા સમાજ અને તેની સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી પ્રથમ વખત બોટમાં સાંસ્કૃતિક ટેબ્લોની પરેડ, સહિત વિવિધ એક્ટિવિટી તથા ફૂડઝોનની મજા પ્રવાસીઓને માણવા માણશે.

ગીર સોમનાથ કલેક્ટર ડી. ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, અહેમદપુર માંડવી બીચ પ્રવાસીઓમાં નવી ઓળખ ઉભી કરે તે માટે અહીં ખાસ સૂર્યોદય જોવાના પોઇન્ટ છે. આ બીચ પર બહુ મોટી સંખ્યામાં ડોલ્ફિન માછલી પણ જોવા મળે છે. દરિયાઇ આધારિત વોટર સ્પોર્ટસ એક્ટિવિટીની અહીં સારી શક્યતા પણ જણાય છે. ત્રી દિવસીય યોજાનારા બીચ ફેસ્ટિવલને કારણે ગીરનો અહેમદપુર માંડવી બીચ નવા પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવશે તથા પ્રવાસન ગતિવિધિને પણ વેગ મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગીર સોમનાથ : જિલ્લાના 40 ગામના ખેડૂતો રેલ્વે લાઈનના વિરોધમાં થયા એકઠા

આ પણ વાંચો: ગીરમાં ઉતરાયણે ઈકોઝોન સામેનો વિરોધ: પ્રવીણ રામનું એલાન

આ પણ વાંચો: અમરેલીમાં બન્યો ચોંકાવનારો બનાવ, સગીરે રીલ બનાવવા ઝેરી દવા ગટગટાવી