@ DHURV KUNDEL
રાજકોટ : ગોંડલના ગુંદાસરાના સરપંચ એસીબીની ઝપેટમાં આવ્યા છે. સરપંચ બાંધકામ મંજૂરી માટે રૂપિયા ખંખેરતા હોવાનો એક વીડિયો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી. સરપંચ સામે રાજકોટ ગ્રામ્યમાં ગુનો નોંધાયો છે. પોલીસે સરપંચ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બાંધકામ મજૂરી મામલે પૈસા પડાવનાર સરપંચ હસમુખભાઈ ઉર્ફ કાળુભાઈ ઠુમર હાલમાં ફરાર છે. પોલીસે સરપંચને નોટીસ પાઠવી હાજર થવા ફરમાન કર્યું છે. નોંધનીય છે કે ગુનાહીત પ્રવૃત્તિમાં સામેલ ગામના સરપંચ કાળુભાઈ ફરાર થતા ગ્રામ પંચાયતનો વહીવટ ખોરંભે ચડ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ગુંદાસરમાં એક સરપંચ બાંધકામ મજૂરી મામલે ગેરરીતિ આચરતા હોવાનું સામે આવ્યું. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બાંધકામ મજૂરી મામલે કહેવાતા કથિત સરપંચ લોકો પાસેથી રૂપિયા પડાવતા હોવાનો એક વીડિયો સામે આવ્યો. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી. અને સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરી. એસીબીએ કાનૂની પગલા લેતા સરંપચ વિરુદ્ધ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી. ગત તારીખ 31/01/24ના રોજ એ.સી.બી.એ સરપંચને નોટીસ પાઠવી હાજર થવા જણાવ્યું છતા સરપંચ હાજર થવાના બદલે ફરાર થઈ ગયા છે.
પોલીસે સરપંચને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. જો કે લોકોનું માનવું છે કે અધિકારીઓ ગુંદાસરા ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી સામે આંખ આડા કાન કરી રહ્યા છે. ફરાર સરપંચ અને અધિકારીઓની ઢિલી નીતિના કારણે ગ્રામ પંચાયતના મહત્વના કામો અટકી ગયા છે. લોકો પાસેથી નાણા ખંખેરતા સરપંચ કેવી રીતે ફરાર થયા તેમજ પંચાયત રાજના અધિકારીઓ આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાના લોકોમાં સવાલો ઉઠ્યા છે..?
આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો
આ પણ વાંચો:રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી
આ પણ વાંચો:ટુ અને ફોર વ્હીલર પછી ગુજરાતમાં હવે ઇલેક્ટ્રિક ટ્રકનું પણ ઉત્પાદન થશે
