Amreli News/ અમરેલીમાં બન્યો ચોંકાવનારો બનાવ, સગીરે રીલ બનાવવા ઝેરી દવા ગટગટાવી

અમરેલીનાં બગરસામાં મજુરનાં 15 વર્ષીય બાળકે રીલ બનાવવાની લતમાં ઝેરી દવા પી લેતા તેને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.

Gujarat Top Stories Others

Amreli News : યુવાનોમાં સોશિયલ મીડિયા રીલ્સનું બનાવવાનું ક્રેઝ ખૂબ જ વધી રહ્યું છે. ત્યારે યુવાનો જીવનાં જોખમે સોશિયલ મીડિયામાં રીલ્સ મુકી રહ્યા છે. અમરેલીનાં બગસરામાં સગીર બાળકે રીલ્સ બનાવવાની લ્હાયમાં ઝેરી દવા પી લીધી હતી. ત્યારે આ સમગ્ર બાબતની જાણ બાળકનાં પરિવારજનોને થતા પરિવારજનો દ્વારા તાત્કાલીક બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ અમરેલીના બગરસામાં રીલ બનાવવાની ઘેલછામાં સગીરે ઝેરી દવા પી લીધી હતી. બગસરામાં ખેત મજૂરનાં 15 વર્ષીય બાળકે ઝેરી દવા પી લીધી હતી. બાળકે ખેતી પાકમાં વપરાતી દવા પી જતા તેને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે પરિવારજનો દ્વારા તપાસ કરતા સગીર દ્વારા નવા વાઘણીયાની વાડીમાં રીલ બનાવવા દવા પી લીધી હોવાનું સામે આવ્યું હતું. ખેતીપાકમાં વપરાતી દવા પી જતા બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સોશિયલ મીડિયા માટે બનાવેલી રીલ બાળકના મોબાઈલમાંથી મળી આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરેલી લેટરકાંડમાં સમગ્ર તપાસ SMC કરશે, નિર્લિપ્ત રાયને તપાસ સોંપાઈ

આ પણ વાંચો: અમરેલી પત્રકાંડમાં મહિલા સહિત આરોપીનું સરઘસ કાઢનારા ત્રણ પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરાયા

આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ મુદ્દે પરશોત્તમ રૂપાલાએ કોને જવાબદાર ઠેરવ્યા…