Ahmedabad News: અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ (CBI) કોર્ટે આવક કરતા વધુ સંપત્તિ (Disproportionate Assets) ધરાવવાના ગુનામાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સેન્ટ્રલ એક્સાઈઝ અને સર્વિસ ટેક્સના ઈન્સ્પેક્ટર કૌશિક અનવંતરાય કારેલિયાને 5 વર્ષની સખત કેદ અને રૂ. 63 લાખના દંડની સજા ફટકારી છે. આ સાથે જ ગુનામાં મદદગારી કરવા બદલ તેમની પત્ની પૂજા કારેલિયાને પણ એક વર્ષની કેદ અને રૂ. 50,000ના દંડની સજા સંભળાવવામાં આવી છે.
આ કેસનો આરોપી કૌશિક અનવંતરાય કારેલિયા એપ્રેઝર હતો અને કંડલા સેઝનો પ્રીવેન્ટિવ ઓફિસર હતો. CBI દ્વારા આ કેસ 30 સપ્ટેમ્બર 2013ના રોજ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વર્ષ 2004 થી 2013 વચ્ચેના ગાળામાં આરોપીએ પોતાની જ્ઞાત આવક કરતા અનેકગણી વધુ સંપત્તિ એકઠી કરી હતી.
વધારાની સંપત્તિ: તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ પાસે રૂ. 57,60,729 ની અપ્રમાણસર મિલકત હતી, જે તેમની કાયદેસરની આવક કરતા 183.57% વધુ હતી. CBI દ્વારા સપ્ટેમ્બર 2014માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ, તમામ પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવી આ કડક સજાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: AMC અધિકારી વિરુદ્ધ ACBની મોટી કાર્યવાહી: રૂ.67 લાખની અપ્રમાણસર સંપત્તિનો કેસ
આ પણ વાંચો: જૂનાગઢ મહાનગરપાલિકાના મેલેરિયા અધિકારી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો
આ પણ વાંચો: અપ્રમાણસર મિલકતના કેસમાં GIL ગાંધીનગરના તત્કાલીન મહિલા એક્ઝીક્યુટીવ એન્જિનીયરની ધરપકડ
