અમદાવાદના કાગડાપીઠની એક ઘટના સામે આવી છે જેણે વિસ્તારના લોકોને હચમચાવી નાખ્યા છે.કથિત રૂપે PSIના ત્રાસથી કંટાળેલા એક યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જણાવીએ કે, ગીતા મંદિર વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ આપઘાત કર્યો હતો. પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. અને તપાસ કરતા તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમા બિગ બજાર ચોકીના પી. એસ. આઈ ગોહિલ અને તેમની દુકાનના પડોશી જયેન્દ્ર નામના વ્યક્તિ પ્રેમજી ભાઈને વારંવાર માનસિક ત્રાસ આપતા હતા. જેના પરિણામે તેઓએ આપઘાત કર્યો હતો.
આ પણ વાંચો :સોમનાથ મંદિરમાં આજથી હવે શ્રધ્ધાળુઓ આરતી-દર્શનનો લ્હાવો લઇ શકશે
સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, જ્યેન્દ્ર અને નરેન્દ્ર દ્વારા અમારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી અવારનવાર ધમકીઓ આપતા હતા. PSI ગોહિલ અમારુ કંઈ સાંભળતાં નથી અને સામેવાળા પાસેથી રૂપિયા લઇ અને અમારા વિરુદ્ધ કેસ કર્યો હતો. PSI ગોહિલે અમારુ ન સાંભળી અને જ્યેન્દ્રનું સાંભળી અમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જ્યેન્દ્ર મારા વિરુદ્ધ કાવતરું કરે છે અને મારી માર્જિનવાળી જગ્યા પડાવવા માટે ગેરકાયદેસર બાંધકામ કરી દીધું છે. PSI ગોહિલે પણ કાવતરું રચ્યું છે અને અમને મરવા માટે મજબૂર કર્યા છે. આત્મહત્યા કરવા માટે તેઓ જવાબદાર છે.’ પરિવારે ચિઠ્ઠી પોલીસને સોંપી હતી.
આ પણ વાંચો :મોંઘુ થઇ શકે છે ઓનલાઇન Food મંગાવવુ, 5 ટકા GST લગાવવાની ભલામણ
અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલના ત્રાસથી એક યુવકે આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી જવા પાછી છે. જ્યારે બીજી બાજુ મૃતકના પરિવારજનોની માંગણી છે. આ અંગે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
આ પણ વાંચો :તેલંગાણાનાં મંત્રીએ દુષ્કર્મ કેસનાં આરોપીને લઇને કહ્યુ- પહેલા ધરપકડ અને બાદમાં કરીશું એન્કાઉન્ટર
હાલમાં પોલીસે આ સમગ્ર મામલે સ્યુસાઇડ નોટના આધારે વધુ તપાસ શરૂ કરી છે. જોકે, તપાસ દરમિયાન શું હકીકત સામે આવે છે તે જોવું રહ્યું. પોલીસે જયેન્દ્ર કોસ્ટી, નરેન્દ્ર કોસ્ટી અને પી.એસ. આઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહમાં અનુભવાયા 5.0 ની તીવ્રતા ભૂકંપના આંચકા
