જો તમે Swiggy અને Zomato જેવી એપમાંથી જમવાનું ઓનલાઈન ઓર્ડર કરો છો, તો આ સમાચાર સાંભળીને તમને આઘાત લાગશે. આવનારા દિવસોમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી મોંઘી થઈ શકે છે. જીએસટી કાઉન્સિલ કમિટી ઓનલાઈન ફૂડ ડિલિવરી પર જીએસટી લાદવાનું વિચારી રહી છે.

આ પણ વાંચો – ગાંધીનગર / આજે યોજાશે ગુજરાતનાં મંત્રીમંડળની શપથવિધિ, મોટાભાગનાં સિનિયરોને પડતા મુકવાનો વ્યૂહ
માહિતી અનુસાર, તેના પર ઓછામાં ઓછો 5 ટકા ટેક્સ લગાવી શકાય છે. શુક્રવારે GST કાઉન્સિલ કમિટીની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર વિચાર થઈ શકે છે. આપને જણાવી દઇએ કે, રેસ્ટોરન્ટ સર્વિસમાં ફૂડ ડિલિવરી એપને સમાવવા માટે ચર્ચા ચાલી રહી છે. ફૂડ ડિલિવરી એપ્સ Swiggy અને Zomato મોબાઇલ એપ્સ છે જે ગ્રાહકોને ભોજન પહોંચાડે છે. આ મોબાઇલ એપ્લિકેશન્સ રેસ્ટોરન્ટમાં સંપૂર્ણપણે સેવા આપતી હોવાથી, તે એક જ પ્રકારની સેવામાં સમાવી શકાય છે.

આ પણ વાંચો – ગાંધીનગર / CM ભૂપેન્દ્ર પટેલ એકશનમાં, ચાર અધિકારીઓની CMO માં કરી નિયુક્તિ
જીએસટીની ફિટમેન્ટ કમિટીએ એક દરખાસ્ત કરી છે કે જો એપ દ્વારા રેસ્ટોરન્ટ સેવાઓ પૂરી પાડવામાં આવે છે, તો તે મુજબ જીએસટી પણ વસૂલવું જોઈએ. જો કે અત્યારે તે વિચારણા હેઠળ છે. જણાવી દઇએ કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠક 17 સપ્ટેમ્બરે યોજાવાની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલમાં રાજ્યોનાં નાણાં પ્રધાનો પણ સામેલ છે. કાઉન્સિલની બેઠક શુક્રવારે લખનઉમાં મળવાની છે. જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠક 12 જૂને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મળી હતી.

આ પણ વાંચો – ગાંધીનગર / આજે યોજાશે ગુજરાતનાં મંત્રીમંડળની શપથવિધિ, મોટાભાગનાં સિનિયરોને પડતા મુકવાનો વ્યૂહ
આ બેઠકમાં ઘણા મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર વિચાર થઈ શકે છે. આ બેઠકમાં, અન્ય બાબતોની સાથે, કોવિડ-19 સંબંધિત આવશ્યક ચીજવસ્તુઓ પર રાહત દરોની સમીક્ષા કરી શકાય છે. નાણાં મંત્રાલયે તાજેતરમાં અહેવાલ આપ્યો હતો કે ઓગસ્ટમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન રૂ.1.12 લાખ કરોડથી વધુ હતું. એક વર્ષ પહેલા ઓગસ્ટ મહિનાની સરખામણીમાં તેમાં 30 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો.
