Ahmedabad News: સ્ટેટ મોનિટરિંગ ટીમે (SMC) સોલા સાયન્સ સિટી રોડ પર આવેલી પરિશ્રમ એલિગન્ટ કોમ્પલેક્ષનાં પાર્કિંગમાંથી બૂટલેગરને 5.13 લાખની કિંમતનો 1352 દારૂની બોટલ પકડી પાડ્યો હતો. બૂટલેગર સામે 15થી વધુ ગુના નોંધાયેલા છે.
અમદાવાદ શહેર (Ahmedabad city) અને સમગ્ર રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થાય છે. સ્ટેટ મોનિટરિંગ ટીમને દારૂની હેરાફેરી અંગે બાતમી મળી હતી. બાતમીનાં આધારે દરોડા પાડી બૂટલેગરને ઝડપ્યો હતો. બૂટલેગર રાજસ્થાનથી 1352 દારૂની બોટલ ભરીને અમરેલી જઈ રહ્યો હતો. પણ પોલીસનો કડક બંદોબસ્ત અને નાકાબંધીનાં કારણે સોલા સાયન્સ સીટી રોડ પર આવેલી પરિશ્રમ એલિગન્ટ કોમ્પલેક્ષમાં આવેલી નજીક હોટલ સિટિઝનમાં રોકાયો હતો.
પોલીસે તાત્કાલિક દરોડા પાડી 5.13 લાખની દારૂની 1352 બોટલ, અઢી હજાર રૂપિયા રોકડા, મોબાઈલ સહિત કુલ કિંમત 10.21 લાખનો મુદ્દમાલ સાથે બૂટલેગર હાર્દિક ઉર્ફે માધો વિનોદરાય માધવાણીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બૂટલેગર આરોપી હાર્દિકે કબૂલાત કરી હતી કે તે અમરેલીના બહારપાડાના દાણચોર અનિલ ચાવડા માટે દારૂ લાવ્યો હોવાનું જાણવા મળેલ છે. બૂટલેગર હાર્દિક સામે દારૂ સંબંધિત 15થી વધુ ગુના નોંધાયા છે. અમરેલી, ભાવનગર, રાજકોટ પોલીસે બૂટલેગર સામે ગુના પણ નોંધ્યા છે.
આ પણ વાંચો:મોરબીમાં મીયાણા ખાતેથી 92 લાખના દારૂ સાથે 1.15 કરોડનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો:ખેડાના ચકલાસી ખાતેથી દારૂના જથ્થા સાથે 57.62 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો:ગુજરાતમાં દારૂબંધી શું નિષ્ફળ કવાયત છે?
