Gujarat News/ ગુજરાતમાં નવરાત્રિ-દિવાળી પર વરસાદનું સંકટ: હવામાન નિષ્ણાતોની ચેતવણી

22 સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રિના પ્રારંભિક દિવસોમાં રાજ્યના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

Top Stories Gujarat Others Breaking News

Gujarat News: ગુજરાતમાં ચોમાસાનો અંત નજીક આવી રહ્યો છે, પરંતુ હવામાન નિષ્ણાતોની તાજેતરની આગાહીઓએ રાજ્યના લોકોની ચિંતા વધારી દીધી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ચેતવણી આપી છે કે બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે ગુજરાતમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરમિયાન ભારે વરસાદનું જોખમ છે. આગાહીઓ અનુસાર, આ વરસાદ ખાસ કરીને નવરાત્રિના છેલ્લા દિવસો અને દિવાળીના સમયે રાજ્યના અનેક વિસ્તારોમાં વિઘ્ન ઊભું કરી શકે છે.

નવરાત્રિમાં વરસાદનો વિઘ્ન

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 22 સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રિના પ્રારંભિક દિવસોમાં રાજ્યના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જોકે, 25 સપ્ટેમ્બરથી હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થશે, 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ભારે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં 4 થી 6 ઇંચ વરસાદ પડી શકે છે, જે ગરબા અને દાંડિયાના આયોજનને અસર કરી શકે છે.

પરેશ ગોસ્વામીએ પણ આ આગાહીને સમર્થન આપતા જણાવ્યું કે બંગાળની ખાડીમાં નવી સાયક્લોનિક સિસ્ટમ રચાઈ રહી છે, જે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આગળ વધી શકે છે. આના પરિણામે નવરાત્રિના અંતિમ દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ગાજવીજ અને તોફાની પવનો સાથેના આ વરસાદથી ખાસ કરીને સુરત, અમદાવાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે.

દિવાળીમાં વાદળછાયું વાતાવરણ

અંબાલાલ પટેલે વધુમાં ચેતવણી આપી છે કે દિવાળીના સમયે પણ હવામાન સ્થિર રહેવાની શક્યતા ઓછી છે. 10 થી 12ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા છે અને 18 થી 27 ઓક્ટોબર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.દિવાળી દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી છે, જે તહેવારની ઉજવણીને અસર કરી શકે છે.

ચોમાસાની વિદાયમાં વિલંબ

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ અને ભેજવાળા પવનોને કારણે ચોમાસાની વિદાયની પ્રક્રિયા અટકી ગઈ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી  1થી 4 ઈંચનો વરસાદ નોંધાયો છે, અને 22 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદની રહેવાની સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ, ગાજવીજ સાથે વરસાદ અને પવનની આગાહી!

આ પણ વાંચો:અંબાલાલે કરી સૌથી ખતરનાક આગાહી, અહી પડશે ભારે વરસાદ

આ પણ વાંચો:નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતમાં ગરબે રમશે વરસાદ, છ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી