શ્રદ્ધાંજલિ/ દિલ્હીના ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને આ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતીય કિસાન સેના અને ભીલીસ્થાન લાયન સેના દ્વારા દિલ્હીમાં ચાલી રહેલ કિસાન આંદોલનને સમર્થન જાહેર કરી આજે મોડી સાંજ બાદ ભીલીસ્થાન લાયન સેના નાં રાષ્ટ્રીય અધ્યક્ષ શહીદ મન્સુરી ની આગેવાનીમાં માસ્ક અને સોશિયલ ડીસટન્સ સાથે ગણતરીના કાર્યકરો સાથે એક કેન્ડલ (મીણબત્તી) રેલી બોડેલીના છોટાઉદેપુર રોડ પર આવેલ જીંદાલ કોમ્પલેક્ષથી રેલી કાઢી અલીપુરા ચાર રસ્તા સર્કલ પર આવી જય જવાન જય કિસાન ના નારા સાથે દિલ્હીના ખેડૂત આંદોલન માં શહીદ થયેલા ખેડૂતોને પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Gujarat Others

@સુલેમાન ખત્રી, બોડેલી છોટાઉદેપુર

ખેડૂતોના મુદ્દાઓમાં સરકારે જે ખેડૂત વિરોધી બિલ પસાર કર્યું છે તેનો સખત વિરોધ કરી ખેડૂતોની માગણી સ્વીકારવી આંદોલનનો અંત લાવવા જણાવી ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ગુજરાતના બોડેલી ખાતેથી ભારતીય કિસાન સેના અને ભીલીસ્થાન લાયન સેના અવાજ ઉઠાવી આંદોલનમાં જોડાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.