Rajkot News : કંપનીના વેરિફિકેશન માટે એક વ્યક્તિ પાસેથી રૂ.5,000ની લાંચ (Bribe) લેતા રાજકોટ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, વર્ગ-૨, CGST માં ફરજ બજાવતા ધર્મેન્દ્ર સરયુપ્રસાદ યાદવની ACBએ ધરપકડ કરી હતી.
આ કેસની વિગત મુજબ ફરિયાદીએ તેમના ભાગીદાર સાથે BIXPORT એક્સપોર્ટ ઈમ્પોર્ટ નામની કંપની ખોલી હતી. જે કંપનીના વેરિફિકેશન માટે આરોપી ધર્મેન્દ્ર યાદવ કંપનીના સરનામા પર ગયો હતો.. જે અંગે ફાઇનલ રિપોર્ટ આપવા માટે યાદવે ફરિયાદી પાસે રૂપિયા 5,000 ની માંગણી કરી હતી. આ રકમ આરોપીને તા.૦9.૦2.2026ના રોજ આપવાનું કહ્યું હતું.
પરંતુ ફરીયાદી લાંચ(Bribe) ની રકમ આપવા માંગતા ન હોય તમણે રાજકોટ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેમાં થાણાથી પશ્ચિમ દિશાએ કિલોમીટર 2 દૂર, રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે લાંચનું છટકુ ગોઠવતા લાંચ (Bribe)ના છટકા દરમ્યાન આરોપી ધર્મેન્દ્ર યાદવે ફરીયાદી પાસેથી લાંચ (Bribe)ની રકમ રૂ.5,000 લાંચના છટકા દરમ્યાન સ્વીકારી સ્થળ ઉપર પકડાય જઇ ગુનો કર્યા હતો.
