સુરેન્દ્રનગર/ લીંબડી તાલુકા ના નાનીકઠેચી ગામના માછીમારોને પગડીયા કીટનું વિતરણ કરાયું

સુરેન્દ્રનગર જિલ્લા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા આદિમ જૂથ યોજના અંતર્ગત લીંબડી તાલુકાના નાની કઠેચી ગામના પઢાર જાતિના 35 માછીમારોને પગડીયા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Gujarat Others

સચિન પીઠવા@ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા આદિમ જૂથ યોજના અંતર્ગત લીંબડી તાલુકાના નાની કઠેચી ગામના પઢાર જાતિના 35 માછીમારોને પગડીયા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.સુરેન્દ્રનગર જિલ્લામાં આદિમ જૂથ યોજના અંતર્ગત ચાલુ વર્ષ 2021-22માં નળ સરોવરની આસપાસના રહેતા પઢાર જાતિના આદિવાસી માછીમારો માટે કુલ 197 પગડીયા કીટ મંજુર કરવામાં આવી છે. જેમાંથી 76 કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે.


જિલ્લાના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક પ્રદ્યુમનસિંહ જાડેજા જણાવ્યું હતું કે લીંબડી તાલુકાના નાનીકઠેચી ગામે 35 પગડીયા કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે. પગડીયા કીટમાં એક સાયકલ, એક ઈન્સ્યુલેટેડ બોક્સ, ઈલેક્ટ્રિક વજન કાંટો તેમજ માછલી પકડવાની જાળનો સમાવેશ થાય છે. વિતરણ થયેલ પ્રતિ પગડીયા કીટની કિં.10,000 રૂપિયા છે. જે સરકાર દ્વારા 100 ટકા સહાયથી આપવામાં આવે છે. આ સમારોહમાં ના. જિલ્લા વિકાસ અધિકારી સૂર્યવંશી, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક પ્રદ્યુમનસિંહ વાઘેલા, ખલીલભાઈ સમા, અમરીશ મારીયા, વેલશી પઢાર, ભીખા પઢાર સહિતનાએ લાભાર્થીઓને કીટોનું વિતરણ કર્યું હતું.